આ 10 સંકેતો બતાવે છે કે તમે વધારે સુગર ખાઈ રહ્યા છો

divyabhaskar.com

May 07, 2018, 11:22 AM IST
What are symptoms of having too much sugar

યુટિલિટી ડેસ્ક: વધારે પડતી સુગરનું સેવન શરીરમાં અનેક બીમારીને નોતરે છે. જાણતા અજાણતા આપણે આપણા ખાનપાનમાં વધારે સુગરનું સેવન કરી લેતો હોય છે જે ખરેખર જોખમી છે. ખણા વ્યક્તિને એ પ્રશ્ન પણ થતો હોય છે કે આપણે વધારે સુગરનું સેવન કરી રહ્યા છીએ તે ખ્યાલ કેવી રીતે આવે? તો આજે અમે એવા 10 સંકેતો જણાવીશું જેનાથી વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે તે વધાર સુગર લઈ રહી છે.

સુગર વધુ લઈ રહ્યા છે તેના 10 સંકેતો divyabhaskar.com તમને જણાવી રહ્યું છે


1). થાક લાગવો- નબળાઈ જણાવી-

તમને વારંવાર થાક લાગતો હોય અને નબળાઈ જેવું લાગે તો તમારે જોવું જોઈએ કે તમે દિવસ દરમિયાન કેટલી સુગર લો છો.

2). દરરોજ ગળ્યું ખાવાનું મન કરવું-
તમને દરરોજ સવારે નાસ્તામાં ગળ્યું ખાવાની તિવ્ર ઈચ્છા થતી હોય ધીમે ધીમે તમે સુગર એડિક્ટ બની શકો છો.

3). વારંવાર શરદી અને તાવ આવવો-

વધારે પડતી સુગર તમારી રોગપ્રતિકારશક્તિ ઘટાડી દે છે. તમને વારંવાર શરદી અને તાવે તો તેની એક કારણ વધારે પડતી સુગર પણ હોય શકે છે.


4). ડિપ્રેશન- વધારે પડતી સુગર શારીરિક અને ઈમોશનલ રીતે તમારી બોડીને એકદમ નબળી બનાવી દે છે. આવું થાય તો તમારે તમારા ડાયેટમાં સુગર કેટલી જાય છે તે જોવું જોઈએ.

5). સ્કીનની સમસ્યા, આંખ નીચે કાળા કૂંડાળા પડવા-
વધારે સુગર ખાવાથી સ્કિનની સમસ્યા પણ થાય છે. જો તમને વારંવાર ખીલ થતા હોય, ખરજવું, ચામડી સુકાઈ જતી હોય, પગના તળીયે બળતરા થતી હોય એ સૂચવે છે કે તમે વધુ સુગર લઈ રહ્યા છો.

6). અચાનક વજન વધવા લાગે-

અચાનક વજન વધવા લાગે તો સમજવું કે તમે વધારે સુગર લઈ રહ્યા છો તે કારણ પણ હોય શકે છે. જેનાથી હાઈ બ્લડપ્રેશર, કાર્ડિયાક પ્રોબ્લેમ, અનિંદ્રા જેવી બીમારી થઈ શકે છે.

7). બ્લડ પ્રેશર વધી જવું-

બ્લડ પ્રેશરની સમસ્યા પાછળ તમારી ડાયેટમાં રહેલી વધારે સુગર પણ કારણભૂત હોય શકે છે. 2010માં કોલોરાડોની યુનિવર્સિટીમાં 4500 વ્યક્તિ પર થયેલા સર્વેમાં એ સામે આવ્યું હતું કે બ્લડ પ્રેશર અને સુગરને સીધો સંબંધ છે. વધારે સુગરના કારણે આ લોકોને હાઈબીપીની સમસ્યા થઈ હતી.

8). દાંતની સમસ્યા- દાંત માટે સુગર સારી નથી. દાંતમાં સડો બેસવા પાછળ વધારે પડતી સુગરનું સેવન પણ હોય શકે છે.

9). ડાયાબિટિસ- વધારે સુગર ખાવાના કારણે વજન વધે છે અને વજન ડાયાબિટિસ થવાની સંભાવનાને વધારે દે છે.

10) હાર્ટ પ્રોબ્લેમ- ડાયેટમાં વધારે સુગર લેવાથી હાર્ટની બીમારી થઈ શકે છે.

X
What are symptoms of having too much sugar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી