આ 10 વસ્તુઓ હમેશાં બાફીને જ ખાવી, વજન તો ઉતરશે સાથે મળશે આવા ફાયદા

કેટલીક શાકભાજીઓને બાફીને ખાવાથી તેના લાભ ડબલ થઈ જાય છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 04:49 PM
બધાં જ પ્રકારના બીન્સનું સેવન કરવું જોઈએ. તે હેલ્ધ માટે ગુણકારી માનવામાં આવે છે
બધાં જ પ્રકારના બીન્સનું સેવન કરવું જોઈએ. તે હેલ્ધ માટે ગુણકારી માનવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વેજિટેબલ્સને જ્યારે બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેની તાકાત બે ગણી વધી જાય છે, સાથે જ તે વધુ હેલ્ધી બની જાય છે. એક સંશોધન મુજબ જ્યારે કેટલીક શાકભાજીઓને બાફવામાં આવે છે તો તેમાં રહેલાં વિટામિન, મિનરલ્સ અને ન્યૂટ્રિઅન્ટ્સ જળવાઈ રહે છે.

બાફીને ખાવાથી તેમાં પોષક તત્વોમાં વધારો થશે. સાથે જ તમને તેમાં રહેલાં નેચરલ વિટામિન્સ અને બાફતી વખતે તેમાં જે પાણીનો ઉપયોગ કરીએ તે શાકભાજીને વધુ સ્વાદિષ્ટ બનાવશે. જેથી આજે અમે તમને એવા દસ વેજિટેબલ્સ વિશે જણાવીશું જેને સપ્તાહમાં બેવાર બાફીને અવશ્ય ખાવા જોઈએ. આનાથી તમે ઝડપથી વજન પણ ઘટાડી શકો છો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ગજબનો લાભ થશે. તમે સલાડ તરીકે પણ બાફેલાં વેજિટેબલ્સનું સેવન કરી શકો છો.

બીટ

બ્લડ સર્ક્યુલેશન અને માસિક સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં એક બીટ બાફીને ખાવું જોઈએ. આમ તો બીટનું સેવન અનેક રીતે કરી શકાય છે અને તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ ગુણકારી પણ માનવામાં આવે છે. જોકે તેને બાફીને ખાવામાં આવે તો તેના ગુણો બમણાં થઈ જાય છે. પણ ધ્યાન રાખવું કે બીટને 3 મિનિટ માટે જ બાફવું તેનાથી વધારે નહીં.

આગળ વાંચો અન્ય 9 વસ્તુઓ વિશે જેને બાફીને ખાવાથી જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા મળશે..

લીલા શાકભાજીઓને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે
લીલા શાકભાજીઓને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે

ગાજર


ગાજર સ્વાસ્થ્ય માટે કેટલા ગુણકારી છે એ મોટાભાગના લોકો જાણતા હશે. ગાજરને બાફીને તેનું સેવન કરવાની વાત આવે તો બાફેલા ગાજર આંખોના સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક રહે છે. તેના માટે પાણીમાં થોડાક ગાજર નાખીને તેમાં ચપટી મીઠું અને મરી પાઉડર નાખીને બાફીને ખાવા જોઈએ. આ તમારી આંખો માટે બહુ જ પૌષ્ટિક ખોરાક સાબિત થશે. 


બટાકા


બટાકાનું વધુ સેવન આમ તો સ્વાસ્થ્ય માટે સારાં નથી એવું કહેવાય છે, પરંતુ જો બટાકાને બાફીને ખાવામાં આવે તો તમને બટાકાનો સ્વાદ પણ મળી રહે અને સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક રહે. જ્યારે તમે બટાકાને બાફીને તેનું સેવન કરો છો તો તમે ઓછી કેલરી ગ્રહણ કરો છો. જેથી જે લોકો વજન ઘટાડવા માગતા હોય તમને ખાસ કરીને બાફેલા બટાકાનું સેવન કરવું જોઈએ. 


બીન્સ


બધાં જ પ્રકારના બીન્સનું સેવન કરવું જોઈએ. તે હેલ્ધ માટે ગુણકારી માનવામાં આવે છે અને તેમાંથી શરીરને કેટલાક પોષક તત્વો પણ મળી રહે છે. બીન્સને વધુમાં વધુ 6 મિનિટ સુધી બાફવા જોઈએ. તેનાથી વધુ નહીં. તેમાં ચપટી મીઠું અને મરી પાઉડર ઉમેરવા. આ પ્રકારે બીન્સનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. 

કોર્નમાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ અને ફાઈબર હોય છે
કોર્નમાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ અને ફાઈબર હોય છે

પાલક


લીલા શાકભાજીઓને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. એમાંય ખાસ કરીને મેથી અને પાલકને બાફીને તેનું સેવન કરવું જોઈએ. આ બન્ને શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી માનવામાં આવે છે અને તેમાં પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. 


સ્વીટ કોર્ન


સ્વીટ કોર્નને બાફવા માટે વધુ પાણી અને સમયની જરૂર પડે છે. આ એક એવું વેજિટેબલ છે તેને આપણે બાફીને જ તેનું સેવન કરી શકીએ છીએ. કોર્નમાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ અને ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યામાં ફાયદો કરે છે. 

સ્ટિમ ફ્લાવરનું સેવન વધુ હેલ્ધી માનવામાં આવે છે
સ્ટિમ ફ્લાવરનું સેવન વધુ હેલ્ધી માનવામાં આવે છે

શક્કરીયા


શક્કરીયાને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તે વધુ હેલ્ધી બની જાય છે. શક્કરીયામાં કાર્બ સારી માત્રામાં હોય છે જે શરીર માટે બહુ જ જરૂરી છે. પરંતુ ફાયદા મેળવવા માટે શક્કરીયાને બાફીને જ તેનું સેવન કરવું જોઈએ. 


ફ્લાવર


સ્ટિમ ફ્લાવરનું સેવન વધુ હેલ્ધી માનવામાં આવે છે. આ રીતે ફ્લાવરનું સેવન કરવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિએન્ટ્સ અને વિટામિન્ટ નષ્ટ થતાં નથી. જેથી ફ્લાવરને બાફીને કે સ્ટિમ કરીને જ તેનું સેવન કરવું જોઈએ. 

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્રોકોલી બહુ ગુણકારી માનવામાં આવે છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્રોકોલી બહુ ગુણકારી માનવામાં આવે છે.

કોબીજ


કોબીજને જ્યારે બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. સાથે જ કોબીજને જે પાણીમાં બાફવામાં આવે તે પાણીનો ઉપયોગ પણ કરી લેવો જોઈએ કારણ કે તેમાં સારાં એવા પોષક તત્વો હોય છે અને કોબીજના વધુ ફાયદાઓ મેળવી શકાય છે.


બ્રોકોલી


બ્રોકોલીને બાફીને ખાવામાં આવે તો તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્રોકોલી બહુ ગુણકારી માનવામાં આવે છે. જો તમે માત્ર બ્રોકોલી ખાવા ઈચ્છો છો તો તેને બાફીને તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ મિક્ષ કરો, એ વધુ ટેસ્ટી અને હેલ્ધી બની જશે. 

X
બધાં જ પ્રકારના બીન્સનું સેવન કરવું જોઈએ. તે હેલ્ધ માટે ગુણકારી માનવામાં આવે છેબધાં જ પ્રકારના બીન્સનું સેવન કરવું જોઈએ. તે હેલ્ધ માટે ગુણકારી માનવામાં આવે છે
લીલા શાકભાજીઓને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છેલીલા શાકભાજીઓને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે
કોર્નમાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ અને ફાઈબર હોય છેકોર્નમાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ અને ફાઈબર હોય છે
સ્ટિમ ફ્લાવરનું સેવન વધુ હેલ્ધી માનવામાં આવે છેસ્ટિમ ફ્લાવરનું સેવન વધુ હેલ્ધી માનવામાં આવે છે
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્રોકોલી બહુ ગુણકારી માનવામાં આવે છે.સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્રોકોલી બહુ ગુણકારી માનવામાં આવે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App