પેટની પરેશાની, ઉંઘ પૂરી ન થવી, ડિહાઈડ્રેશન જેવા 10 કારણોથી વધવા લાગે છે વજન

ઓછું ખાવું, વધુ કસરત, દવાઓની આડઅસર, સ્ટ્રેસ સહિતના 10 કારણોથી વજન વધવા લાગે છે

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 05:11 PM
10 Reasons For Fast Weight Gain

હેલ્થ ડેસ્ક: આ વાત તો બધાં જાણે છે કે ઓવરઈટિંગ, હાઈ કેલરી ફૂડ અને ઈનેક્ટિવ લાઈફસ્ટાઈલને કારણે વજન વધે છે. પણ આ બધી વસ્તુઓને અવોઈડ કરવા છતાં ઘણાં લોકોનું વજન સતત વધતું રહે છે. શું તમે ક્યારેય તેની પાછળના કારણો સમજવાની કોશિશ કરી છે? તો વજન વધવાના કારણો પર પણ ધ્યાન આપો. તો આજે જાણી લો તમારું વજન વધારતાં સામાન્ય પણ ખાસ કારણો વિશે.


ઓછું ખાવું
ખાવાનું બંધ કરી દેવાથી અથવા સાવ ઓછું ખાવાથી બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે.


સ્ટ્રેસ
સ્ટ્રેસ અથવા ડિપ્રેશન થવા પર બોડીમાં ભૂખ વધારનાર હોર્મોન્સ વધે છે. જેના કારણે આપણે વધુ ખાઈ લઈએ છીએ અને વજન વધે છે.


વધુ કસરત
કસરત પર ધ્યાન આપી રહ્યાં હો પણ કેલરી ઈનટેક પર નહીં તો વજન ઓછું થવું મુશ્કેલ છે. કસરત કરવાથી ભૂખ વધુ લાગે છે અને આપણે વધુ ખાઈ લઈએ છીએ. જેના કારણે વજન ઘટતું નથી.


દવાઓની આડઅસર
કેન્સર, બર્થ કંટ્રોલ, સ્ટેરોઈડ્સ, એન્ટીબાયોટિક્સ, પેઈન કિલર્સ, માઈગ્રેન, આર્થ્રાઈટિસ જેવી દવાઓ લેવાથી થતી આડઅસરને કારણે વજન વધે છે.


ઉંઘ પૂરી ન થવી
જો 7-8 કલાકની ઉંઘ ન લેવામાં આવે તો બોડીમાં ભૂખ વધારનાર હોર્મોન્સ રિલીઝ થાય છે. જેના કારણે વધુ ખાવાથી વજન વધે છે.


પેટની પરેશાની
કબજિયાત, ગેસ અને પેટની અન્ય પ્રોબ્લેમ્સને કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી. જેના કારણે વજન વધવા લાગે છે.


ન્યૂટ્રિઅન્ટ્સની કમી
બોડીમાં મેગ્નેશિયમ, આયર્ન અથવા વિટામિન ડીની કમીને કારણે ઈમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. જેનાથી એનર્જી લેવલ અને મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે અને વજન વધે છે.


ડિહાઈડ્રેશન
શરીરમાં પાણીની કમીને કારણે મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેના કારણે ફેટ્સ ઓછાં બર્ન થાય છે અને ઈનડાઈજેશનની પ્રોબ્લેમ થઈ શકે છે. જેનાથી વજન વધવા લાગે છે.

વધુ હેલ્ધી ફૂડ્સ
સામાન્ય રીતે આપણે હેલ્ધી ફૂડ્સ ખાતી વખતે હેલ્ધી છે એવું વિચારીને વધુ ખાઈ લઈએ છીએ. જેથી ઓવરઈટિંગને કારણે વજન વધે છે.


વધતી ઉંમર
ઉંમર વધવાની સાથે બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. એવામાં ફેટ ધીરે-ધીરે બર્ન થાય છે અને વજન વધવા લાગે છે.

X
10 Reasons For Fast Weight Gain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App