Home » Lifestyle » Health » 10 Foods That Increase the risk Of Cancer

કેન્સરના રોગનું જોખમ વધારે છે આ 10 વસ્તુઓ, જો તમે ખાતાં હો તો છોડી દેજો

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 12:32 PM

આ 10 વસ્તુઓનું સેવન કેન્સર થવા પાછળ હોઈ શકે છે જવાબદાર, તમે ન ખાતાં

 • 10 Foods That Increase the risk Of Cancer
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક કારણ છે અનિયમિત આહાર. જી હાં આપણા દેશમાં કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે કેટલીક હદે આપણી ખાનપાનની ખોટી આદતો પર નિર્ભર કરે છે.

  શું ધ્યાન રાખવું

  સંશોધનકર્તાઓનું માનવું છે કે પેટ, પ્રોસ્ટેટ, આંતરડા, ફેફસા અને ગર્ભાશયનું કેન્સર ખોરાકમાં ફેટની માત્રા વધારે હોવાને કારણે વિકસે છે. જેથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે આપણે આહારમાં શું ખાવું અને શું નહીં, તેની પર વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવા ખોરાક વિશે બતાવીશું જેનાથી કેન્સરનો ખતરો વધતો જાય છે.

  આગળ વાંચો એવા ખોરાક વિશે જે તમને બનાવી શકે છે કેન્સરના દર્દી.

 • 10 Foods That Increase the risk Of Cancer
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  રેડ મીટ 

   

  વાઈટ મીટ કરતાં રેડ મીટ લોકોને વધારે ભાવતું હોય છે અને થોડી માત્રામાં આનું સેવન કરવાથી કેન્સરની સામે લડવામાં મદદ મળે છે પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે રેડ મીટનું સેવન કરવાથી કેન્સરથી થતાં મૃત્યુનો ખતરો લગભગ 10 ટકા સુધી વધી જાય છે. રેડ મીટમાં લિનોલિક એસિડનો ગુણ હોય છે પરંતુ દરરોજ રેડ મીટનું સેવન કરવું બહુ જ ખતરનાક હોય છે અને તેનું નિયમિત સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. રેડ મીટનું સેવન સ્તન, મોટા આંતરડા અને પ્રોસ્ટેટ કેન્સરને નોતરે છે. જેથી એવી સલાહ આપવામાં આવે છે કે સપ્તાહમાં 300 ગ્રામથી વધારે રેડ મીટનું સેવન ન કરવું જોઈએ.

 • 10 Foods That Increase the risk Of Cancer
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  આર્ટિફિશિયલ શુગર

   

  વધારે પડતું ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને તેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો પણ વધી જાય છે આ વાત મોટાભાગના લોકો જાણતા હશે. સાથે ખાંડનું વધુ સેવન વજનમાં પણ સતત વધારો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાંડની જગ્યાએ ઉપયોગમાં લેવાતું આર્ટિફિશિયલ સ્વીટનર એક જાતનું કેમિકલ છે. આ આર્ટિફિશિયલ સ્વીટનરનો સ્વાદ ખાંડ જેવો હોય છે પરંતુ આ એક મીઠા ઝેર સમાન છે તેમાં કોઈ બેમત નથી. ઓહિયો યૂનિવર્સિટી કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર અને ચેરમેન ડોક્ટર રાલ્ફ વોટસન મુજબ આર્ટિફિશિયલ સ્વીટરનું સેવન કરવાથી માથાનો દુઃખાવો, યાદશક્તિ નબળી થવી, અચાનક ચક્કર આવીને પડી જવું અને કેન્સર જેવી બીમારીઓના શિકાર થઈ શકીએ છીએ. આના સેવનથી મગજનું ટ્યૂમર થવાની સંભાવના પણ હોય છે.

 • 10 Foods That Increase the risk Of Cancer
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ડોનટ્સ 

   

  ખાવામાં અને જોવામાં જ મન લલચાઈ જાય એવા ડોનટ્સ બધાંને ભાવે છે પરંતુ ડોનટ્સ કેન્સરના ખતરાને વધારી શકે છે. ડોનટ્સ સફેદ લોટ, ખાંડ અને હાઈડ્રોજેનેટેડ ઓઈલથી બને છે અને તેમાં રહેલી ખાંડની માત્રા શરીરમાં ઈન્સ્યૂલિનની માત્રાને પ્રભાવિત કરે છે અને કેન્સર આ કોશિકાઓની વૃદ્ધિ અને વિભાજનને વધારે છે, ખાસ કરીને સ્વાદુપિંડના કેન્સરમાં. જેથી કેન્સરથી બચવા માટે આવા ખોરાકના ચટકારાથી બચીને રહેવું.

 • 10 Foods That Increase the risk Of Cancer
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  માઈક્રોવેવ પોપકોર્નથી બચો

   

  નાના હોય કે મોટા પોપકોર્ન ખાવાની બધાંને મજા પડે છે. પછી તે મૂવીમાં હોય કે ઘરે મિત્રો સાથે ક્રિકેટ જોવાનો પ્રોગ્રામ આ સમયે પોપકોર્ન બધાને ખાવી ગમે છે. આ એક સસ્તુ અને સ્વાદિષ્ટ ખોરાક છે. પણ આજકાલના સુવિધાસભર સમયમાં લોકો ફટ કરતાં પોપકોર્નને માઈક્રોવેવમાં બનાવી લે છે, પરંતુ શું તમે જાણો છો પોપકોર્ન બનાવતી વખતે તેમાં એક (PFOA) કેમિકલ નાખવામાં આવે છે જે બહુ જ ખતરનાક હોય છે. આને ખાવાથી કિડની, મૂત્રાશય, લીવર અને આંતરડાનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે. એક સંશોધન મુજબ માઈક્રોવેવમાં બનેલી પોપકોર્નનું રેગ્યુલર સેવન કરવાથી ફેફસાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. 

 • 10 Foods That Increase the risk Of Cancer
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  પ્રોસેસ્ડ સફેદ લોટ એટલે કે મેદો પણ છે નુકસાનકારક

   

  સફેદ લોટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે તે પ્રોસેસ્‍ડ થવાને કારણે સફેદ થઈ જાય છે અને તેમાં સેચુરેટેડ ફેટ બહુ વધારે પ્રમાણમાં હોય છે. સેચુરેટેડ ફેટનો સંબંધ કેન્સર સાથે હોય છે. તેમાં વધારે કેમિકલ અને ક્લોરીન ગેસ હોય છે. જેની શરીર પર ખરાબ અસર પડે છે. સફેદ ચોખા પણ એસિડિક ખાદ્ય પદાર્થોમાં આવે છે કારણ કે તેમાં બ્રાઉન રાઈસની સરખામણીમાં શુગરની માત્રા વધારે હોય છે. જેથી જેને પણ કેન્સરના શરૂઆતી લક્ષણ દેખાય અથવા તો હમેશા કેન્સરથી બચીને રહેવું હોય તો આને ખાવાથી બચવું જોઈએ.

 • 10 Foods That Increase the risk Of Cancer
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  પેકિંગવાળા ટામેટા અને તેમાંથી બનેલી વસ્તુઓ

   

  ટામેટા અને તેમાંથી બનેલી વસ્તુઓમાં લાઈકોપિન નામનું તત્વ હોય છે જે પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે પરંતુ શું તમે જાણો જો કે પેકિંગવાળા ટામેટા અને ટામેટામાંથી બનેલી વસ્તુઓ જેમ કે સોસ, કેચપ વગેરેથી કેન્સરનો ખતરો વધી જાય છે. ટિનના ડબ્બાની પરતમાં એક સિન્થેટિક એસ્ટ્રોજન બિસ્ફેનોલ-એ (બીપીએ) હોય છે. જોકે ટામેટાં એસિડિક હોય છે જેથી બીપીએ તેમાં ઓગળી જાય છે. આ કારણોથી ડબ્બામાં બંદ ટામેટાની વસ્તુઓ ન ખાવી જોઈએ.

 • 10 Foods That Increase the risk Of Cancer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  રિફાઈન્ડ શુગરની અસર

   

  રિફાઈન્ડ શુગર કેન્સરની કોશિકાઓને અસર કરે છે. જે ઈન્સ્યૂલિનના સ્તરને વધારીને કેન્સરના વિકાસને વધારે છે. કેન્સર માટે હાઈ ફ્રૂક્ટોઝ કોર્ન સિરપ સૌથી વધારે જવાબદાર માનવામાં આવે છે અને આ કોઈપણ મીઠાઈમાં હોઈ શકે છે. જેથી આના સેવનથી કેન્સર થવાની સંભાવના વધી શકે છે. આ કેન્સરની કોશિકાઓમાં સરળતાથી પ્રવેશે છે. જેથી આવી વસ્તુઓના સેવનથી બચવું જોઈએ, નહીંતર આગળ જતાં કેન્સરની તલવાર તમારા માથા પર પણ લટકી શકે છે. 

 • 10 Foods That Increase the risk Of Cancer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હોટ ડોગ્સ અને સોસ

   

  હોટ ડોગ્સ અને સોસમાં બહુ વધારે માત્રામાં મીઠું, પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ હોય છે. તેમાં સોડિયમ નાઈટ્રેટ સ્મોક્ટડ હોય છે. જેના કારણે કેન્સર થવાની સંભાવના રહે છે. સંશોધન મુજબ આનું નિયમિત સેવન કરવાવાળા લોકોમાં સામાન્ય લોકોની સરખામણીમાં 43 ટકા કેન્સર થવાની સંભાવના વધારે રહે છે. 

 • 10 Foods That Increase the risk Of Cancer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બટાકાની ચિપ્સ છે ખતરનાક

   

  બટાકાની ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝના શોકીનો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે, જો તમને પણ આ બહુ ભાવતી હોય તો સાવધાન થઈ જજો કારણ કે અત્યાર સુધી બટાકાની ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝ સ્થૂળતા અને હૃદયરોગ વધારવા માટે જવાબદાર હતી પરંતુ હવે એવું માનવામાં આવે છે કે તેના સેવનથી કેન્સર થવાનો ખતરો પણ વધી શકે છે. સ્વિડનમાં થયેલા એક સંશોધન મુજબ સ્ટાર્ચવાળા કેટલાક ખાદ્ય પદાર્થોમાં એક્રિલામાઈડ નામનું એક કેમિકલ હોય છે. એક્રિલામાઈડ એક એવું તત્વ છે જે 120 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે તાપમાન પર પકાવવા, તળવા કે ગ્રીલ કરવાથી ખાદ્ય પદાર્થોમાં પેદા થાય છે અને તે કેન્સર થવા માટે પણ જબાવદાર હોય છે. સ્ટોકહોમ યૂનિવર્સિટીના સંશોધનકર્તા મુજબ જ્યારે કાર્બોહાઈડ્રેટથી ભરેલાં બટાકા અને ચોખા પકાવવામાં આવે છે તો તેમાં પણ એક્રિલામાઈડ બને છે. 

 • 10 Foods That Increase the risk Of Cancer

  આલ્કોહોલ છે ઘાતક

   

  આલ્કોહોલના વધારે પડતા સેવનથી ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવી ઘાતક બીમારીઓ થવાનો ખતરો રહે છે. જે લોકો દારૂ પીવે છે અને અનુવાંશિક રીતે કેન્સરના જીન તેમનામાં હોય તો દારૂને કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. આજકાલ સ્ત્રીઓ પણ દારૂનું સેવન કરવામાં પાછળ નથી રહી. પરંતુ એક તાજેતરના સંશોધન મુજબ આલ્કોહોલનું સેવન કરનારી સ્ત્રીઓમાં સ્તન કેન્સરના દરમાં 30 ટકા જેટલો વધારો થયો છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ