તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 10 રીતે પાલક ખાવાથી દવાઓ વિના પથરી નીકળી જશે અને શરીરમાં વધશે લોહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ પાલકમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન A, C, E અને K, થાયમિન, વિટામિન B6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યૂટેન પણ મળી રહે છે. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે. તે શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીરને ડિટોક્સીફાઈ કરે છે. પાલકના આવા જબરદસ્ત ફાયદાઓ હોવાથી આજે અમે તમને પાલકને લેવાથી 10 એવી રીત જણાવીશું, જે તમારી 10 સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. અભૂમકા હર્બલ પ્રા.લી.ના ડિરેક્ટર ડો. દિપક આચાર્ય જણાવી રહ્યાં છે પાલકના ફાયદા.


-પાલકના રસમાં કાકડી અને ગાજરનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી વાળ ભરાવદાર, કાળા અને લાંબા બને છે.
-પાલકના રસમાં મધ અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી ખાંસી અને શ્વાસની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
-એક કપ પાલકના રસમાં એક કપ ગાજરનો રસ મિક્સ કરીને રોજ પીવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
-અડધો કપ પાલકના રસમાં ચપટી પીસેલો અજમો નાખીને પીવાથી પેટના કૃમિ ખતમ થઈ જાય છે.
-અડધો કપ પાલકના રસમાં અડધો કપ ટામેટાંનો રસ મિક્સ કરીને સવાર-સાંજ પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.
-અડધો કપ પાલકના રસમાં અડધો કપ કળથીનો રસ અને થોડાં ટીપાં લીંબુનો રસ નાખીને રોજ સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે.
-એક કપ પાલકના રસમાં એક ચમચી મધ અને ચપટી જીરું પાઉડર મિક્સ કરીને પીવાથી થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
-એક કપ પાલકના રસમાં એક કપ છાશ અને થોડું સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી દાદર અને ખુજલીની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
-પાલક અને તુલસીના પાનનો રસ કાઢી બન્ને મિક્સ કરી ફોલ્લી, સોજાવાળા ભાગ પર લગાવવાથી  જલ્દી ફાયદો થાય છે.
-પાલકનો રસ અને બીટનો રસ મિક્સ કરીને પીવાથી મસલ્સ મજબૂત થાય છે અને લોહી સાફ થાય છે.