કશું જ નહીં કરો તો શરીર બનશે રોગિષ્ઠ, બિઝી લોકોએ કરવા જોઈએ માત્ર આ 4 યોગ

બિઝી લોકો માટે ખાસ 4 યોગ, સરળતાથી ઘરે જ કરી શકશો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 03:22 PM
યોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
યોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે.


તમે વિચારી પણ નહીં શકો કે યોગ કરવાથી તમને કેવા દુર્લભ સ્વાસ્થ્ય ફાયદા મળી શકે છે. શરીર અને મનને તરોતાજા રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની પૂર્તિ કરવા માટે, હાર્ટને હેલ્ધી રાખવા, મનને ખુશ રાખવા માટે યોગ અતિમહત્વપૂર્ણ છે. તો ચાલો આજે તમને જાણી લો યોગ કઈ રીતે દૂર કરે છે રોગ અને બિઝી લોકો માટે ખાસ 4 યોગાસન, જે કરીને તેઓ પણ રોગોથી બચી શકે છે.


આગળ વાંચો બિઝી લોકો માટે ખાસ 4 યોગાસન વિશે, જે કોઈપણ કરી શકે છે.

તમે ગમે તેટલા બિઝી હોવ પણ થોડો સમય તો યોગ માટે કાઢવો જ જોઈએ.
તમે ગમે તેટલા બિઝી હોવ પણ થોડો સમય તો યોગ માટે કાઢવો જ જોઈએ.

પ્રસરિતા પાદોત્તાનાસન ( Prasarita Padottanasana)


સૌથી પહેલાં તાડાસનની પોઝિશનમાં ઉભા રહી જાઓ. પછી 3-4 ફીટ પગ પહોળા કરો. પછી તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે આગળની તરફ ઝુકો અને બંને હાથ અને માથું જમીન પર ટેકો. થોડી સેકન્ડ આ પોઝિશનમાં રહો પછી સામાન્ય સ્થિતિમાં આવો. આ રીતે 5 વાર કરો. 

રોજ યોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.
રોજ યોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.

ઉત્થાન પ્રિસ્થાસન (Utthan Pristhasana)

 
આ આસન કરવા માટે સૌથી પહેલાં આસન પાથરી ઉભા રહો પછી ડાબો પગ પાછળ લઈ જઈ જમણો પગ આગળ રાખો પછી નીચે ઝુકો. હવે તસવીરમાં બતાવ્યા પ્રમાણે બંને હાથ નીચે જમીન પર ટેકો અને ડાબોનો પગ સીધો કરો અને પુશ અપ જેવી પોઝિશન બનાવો. જમણો પગ અને બંને હાથ એક સીધમાં રાખવા. થોડી સેકન્ડ આ પોઝિશનમાં રહો. પછી નોર્મલ પોઝિશન એટલે કે પેટના બળે સૂવો પછી ફરી આ રીતે બીજા પગથી એમ વારાફરતી કરો. આવું 3વાર કરો. 

રોજ યોગ કરવાથી આજની ફાસ્ટ લાઈફમાં ડિપ્રેશનથી બચી શકાય છે.
રોજ યોગ કરવાથી આજની ફાસ્ટ લાઈફમાં ડિપ્રેશનથી બચી શકાય છે.

અધો મુખા સ્વનાસન (Adho Mukha Svanasana)


આ આસન કરવા માટે સૌથી પહેલાં આસન પર ઉભા થઈ જાઓ. પછી તસવીરમાં બતાવ્યા પ્રમાણે બંને હાથ ઉપર ઉઠાવી આગળની તરફ ઝુકો અને બંને હાથ માથાની બંને બાજુ જમીન પર ટેકો. આ પોઝિશનમાં થોડી સેકન્ડ રહો પછી નોર્મલ પોઝિશનમાં આવો. આવું 3વાર કરો. 

તમે કોઈપણ સાધન વિના ઘરે જ યોગ કરી શકો છો.
તમે કોઈપણ સાધન વિના ઘરે જ યોગ કરી શકો છો.

ધનુરાસન (Dhanurasana)


સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. હવે પગને ઢીંચણમાંથી વાળી પગની ઘૂંટીઓને હાથથી પકડો. હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો આનાથી શરીરનો આકાર ધનુષ જેવો થશે. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું. આ રીતે 3વાર કરવું.

 

નોંધ- શરીરમાં કોઈ તકલીફ હોય, રોજ હોય કે બેક પેઈનની પ્રોબ્લેમ હોય તો નિષ્ણાંતની સલાહથી જ યોગાસન કરવા. 

X
યોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.યોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
તમે ગમે તેટલા બિઝી હોવ પણ થોડો સમય તો યોગ માટે કાઢવો જ જોઈએ.તમે ગમે તેટલા બિઝી હોવ પણ થોડો સમય તો યોગ માટે કાઢવો જ જોઈએ.
રોજ યોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.રોજ યોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.
રોજ યોગ કરવાથી આજની ફાસ્ટ લાઈફમાં ડિપ્રેશનથી બચી શકાય છે.રોજ યોગ કરવાથી આજની ફાસ્ટ લાઈફમાં ડિપ્રેશનથી બચી શકાય છે.
તમે કોઈપણ સાધન વિના ઘરે જ યોગ કરી શકો છો.તમે કોઈપણ સાધન વિના ઘરે જ યોગ કરી શકો છો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App