ખતરો / અમેરિકા-કેનેડામાં ઝોમ્બી ડિયર બીમારીથી હરણ ગાંડા થઇ રહ્યા છે, માણસોમાં ફેલાવાનો ખતરો

Experts Warn Fatal Zombie Deer Disease Could Spread To Humans
X
Experts Warn Fatal Zombie Deer Disease Could Spread To Humans

  • દર ચારમાંથી એક હરણમાં ચેપ ફેલાયો, બીમારી ઝડપથી ફેલાઈ રહી છે 
  • હરણોમાં બીમારીના લક્ષણ જલ્દી નજર આવતા નથી માટે તેનું માંસ ખાવાથી બચવાની સલાહ

divyabhaskar.com

Feb 13, 2019, 02:59 PM IST
હેલ્થ ડેસ્કઃ અમેરિકામાં હરણોમાં ઝોમ્બી ડિયર નામની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. અમેરિકન એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ અહીંના 24 રાજ્યો અને કેનેડાના બે વિસ્તારમાં આ બીમારી ફેલાઈ ચુકી છે. માણસોમાં પણ આ બીમારી ફેલાવાનો ખતરો છે. હરણની પ્રજાતિમાં થતી આ બીમારીના કારણે તે આક્રમક થઇ જાય છે અને વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે. ગયા વર્ષે કેનેડામાં આ બીમારીના કિસ્સાઓ સામે આવ્યા હતા અને ઓથોરિટીને ગાઇડલાઇન પણ જાહેર કરવી પડી હતી.
1. મગજમાં ચેપ લાગવાને કારણે આક્રમક થઇ જાય છે
ઝોમ્બી ડિયરને ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ પણ કહે છે. દાંતોનું કકડાવું, વજન ઝડપથી ઘટી જવો, મોમાં વધુ પડતી લાળ બનવી, માથું નમેલું રહેવું અને આક્રમક થઈને અહીં ને ત્યાં ભાગવું તેના લક્ષણ છે.
માથામાં ચેપ લાગવાના લીધે તેની સીધી અસર મગજ અને સ્પાઈનલ કોર્ડ પર થાય છે. માનવામાં આવે છે કે તેનું કારણ શરીરમાં ચેપગ્રસ્ત પ્રોટીનનું પહોંચવું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનાથી માણસોમાં પણ તેનો ચેપ ફેલાવવાનો ખતરો છે.
  • મિનેસોટા યુનિવર્સીટીના પ્રોફેસર માઈકલ ઓસ્ટરહોલ્મના જણાવ્યા મુજબ, ચેપી માંસ ખાવાથી આ બીમારી થઇ શકે છે. મિનેસોટામાં પણ ઝોમ્બી ડિયર બીમારી મહામારીનું રૂપ લઇ ચુકી છે. 
  • યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે હરણોમાં આ બીમારીના લક્ષણ તરત નજર આવતા નથી. એવામાં તેમને સ્વસ્થ સમજીને ભોજનનો ભાગ બનાવાનો ખતરો રહે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અહીં દર ચારમાંથી એક હરણ ચેપી છે અને આ આંકડાઓ તેજીથી વધી રહ્યા છે. મિનેસોટા યુનિવર્સીટીની એક ખાસ ટીમ તેને રોકવા માટે એક ડિવાઇસ વિકસિત કરી રહી છે જેની મદદથી તેની તપાસ કરી શકાય. આ ડિવાઇસ જીવિત અને મૃત બંને પ્રકારના જાનવરોની તપાસ કરવામાં કારગર સાબિત થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી