તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ સ્માઈલ ડેઃ હસતાં રહેવાથી ડિપ્રેશન, હાર્ટ ડિસીઝ, બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓ રહે છે દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: 5 ઓક્ટોબરનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ સમાઈલ ડે તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે હસતા રહો અને બીજાને પણ હસાવો. હસવાના ઘણાં ફાયદાઓ છે. જેને મેડિકલ સાયન્સ પણ માની ચૂક્યું છે. નિષ્ણાંતો મુજબ હસતા રહેવાથી મગજમાં ડોપામાઈન હોર્મોન રિલીઝ થાય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હસતાં રહેવાથી હાર્ટ ડિસીઝ, ડિપ્રેશન, બ્લડપ્રેશર જેવી ઘણી ગંભીર બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. આ એક પ્રકારની બેસ્ટ એક્સરસાઈઝ પણ છે. જે આપણી ઉંમર પણ વધારે છે. 

 

હસતાં રહેવાથી બીમારીઓનો ખતરો ઘટે છે

 

હાર્ટ સર્જન પ્રોફેસર નિર્મલ ગુપ્તા કહે છે કે, હસતા રહેવાથી મગજમાં ડોપામાઈન હોર્મોન રિલીઝ થાય છે. તેનાથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, ઈન્ફેક્શન સહિત ઘણી બીમારીઓ થવાનો ખતરો દૂર થાય છે. સાથે જ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. જેથી બીજાને ખુશ કરવા નહીં પણ પોતાની જાતને બીમારીઓથી દૂર રાખવા માટે મનથી ખુશ રહો અને હસતા રહો. 

 

હસતા રહેવાથી આવે છે પોઝિટિવ થિકિંગ

 

કેજીએમયૂના માનસિક રોગના નિષ્ણાંત ડો. જમાલ મસૂદ કહે છે કે, હસતા રહેવું દરેક બીમારીની દવા છે. તેનાથી આખા શરીરની માસપેશીઓ પ્રભાવિત થાય છે, અને તેનાથી લોકોની અંદર પોઝિટિવ થિંકિંગ આવે છે. પીજીઆઈના ન્યૂરોલોજિસ્ટ પ્રોફેસર સુનીલ પ્રધાન કહે છે કે, હસતા રહેવાથી મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર કેમિકલ રિલીઝ થાય છે. જે બીમારીઓ પેદા કરતાં હોર્મોન્સથી લડે છે.

 

તણાવ પેદા કરતાં હોર્મોન્સ ઓછાં થાય છે

 

બીઆરડી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર મનીષ શુક્લા મુજબ, હસવાથી ચહેરાની 53 માસપેશીઓ પ્રભાવિત થાય છે. જે શરીરની અંદર તણાવ પેદા કરતાં હોર્મોન્સને ઘટાડે છે. તેનાથી ઉંમર પણ વધે છે અને અન્ય બીમારીઓ પણ દૂર રહે છે. 

વાળને હેલ્ધી, સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે બેસ્ટ છે બદામના તેલનું માસ્ક, ઘરે જ સરળતાથી બનાવીને લગાવો