વર્લ્ડ કેન્સર ડે / ભારતમાં 60% કેસ મોં, બ્રેસ્ટ અને ગર્ભાશય કેન્સરના, કેન્સરનાં 10 લક્ષણો અને રિસ્ક ફેક્ટર્સ

divyabhaskar.com | Updated - Feb 04, 2019, 07:15 PM
world cancer day 2019 Know top 10 deadly cancer symptom and risk factor
X
world cancer day 2019 Know top 10 deadly cancer symptom and risk factor

હેલ્થ ડેસ્ક: નાની - નાની કોશિકાઓ ભેગી મળીને શરીર બને છે. જ્યારે આ કોશિકાઓ વિભાજીત થઈને અનિયંત્રિત રૂપે વધવા લાગે તો એને કેન્સરની સ્થિતિ કહેવાય છે. ભારતમાં સૌથી વધુ કેસ મોં, બ્રેસ્ટ, ગર્ભાશય, ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સરના જોવા મળે છે. તેમાં પણ 60% કેસ તો મોંના, બ્રેસ્ટના અને ગર્ભાશયના કેન્સરના હોય છે. આનો ઈલાજ સંભવ છે, પણ જો ઈલાજ શરૂઆતથી શરૂ કરવામાં આવે તો જ સંપૂર્ણ ઈલાજ સંભવ છે. ભારતમાં મોંનાં કેન્સરને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે, જેનું મુખ્ય કારણ ધુમ્રપાન અને તમાકુનું સેવન છે. 

 

અમેરિકન કેન્સર સોસાયટી અને નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં 10 મુખ્ય કેન્સર એવાં છે જેના કેસ સૌથી વધુ જોવા મળે છે. આવો, જાણી લઈને વિશ્વમાં સૌથી વધુ લોકોનો ભોગ લેતાં કેન્સરનાં લક્ષણો અને રિસ્ક ફેકટર્સ...

10 મુખ્ય કેન્સર: લક્ષણો અને રિસ્ક ફેક્ટર્સ

પ્રોસ્ટેટ કેન્સર
1.લક્ષણ: યુરિન પૂરેપૂરું રિલીઝ ન થાય, અચાનક યુરિનનું દબાણ વધી જાય 
રિસ્ક ફેક્ટર: ફેમિલી હિસ્ટ્રી, જિન્સમાં ફેરફાર, વધારે ચરબીવાળું ફૂડ અને માંસ
ફેફસાંનું કેન્સર
2.

લક્ષણ: ઉધરસ, શ્વાસમાં તકલીફ, છાતીમાં દુખાવો, હાડકાંમાં દુખાવો

રિસ્ક ફેક્ટર: તમાકુ, સ્મોકિંગ, એર પોલ્યુશન, પાણીમાં આર્સેનિકનું વધુ પડતું પ્રમાણ

લિવર કેન્સર
3.લક્ષણ: ભૂખ ન લાગવી, ઊલ્ટી જેવું થવું, આંખ અને ચામડીનો રંગ પીળો થવો 
રિસ્ક ફેક્ટર: ક્રોનિક એપિટાઇટ, સિરોસિસ, ફેટી લિવર, વધારે આલ્કોહોલ, ડાયબીટિઝ
લ્યુકેમિયા (બ્લડ કેન્સર)
4.લક્ષણ: વધુ પરસેવો વળવો, થાક, હાડકાંમાં દુખાવો, વજન ઘટવું 
રિસ્ક ફેક્ટર: જિનેટિક સિન્ડ્રોમ, સ્મોકિંગ, રેડિએશન, બ્લડ ડિસઓર્ડર
સર્વિક્સ કેન્સર (ગર્ભાશય કેન્સર)
5.લક્ષણ: સંભોગ દરમિયાન વધારે દુખાવો થવો, વધુ પડતું બ્લીડિંગ થવું 
રિસ્ક ફેક્ટર: હ્યુમન પેપિલોમા વાઇરસ, લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવી, સ્મોકિંગ
બ્લેડર કેન્સર
6.લક્ષણ: યુરિન રિલીઝ કરવા સમયે દુખાવો થવો, એનો રંગ લાલ અથવા ગુલાબી થવો 
રિસ્ક ફેક્ટર: સ્મોકિંગ, કેમિકલ અને રેડિએશન
કોલોન કેન્સર
7.લક્ષણ: મળમાં લોહી આવવું, પેટમાં દુખાવો, થાક લાગવો 
રિસ્ક ફેક્ટર: વધારે આલ્કોહોલનું સેવન, વધુ વજન હોવું, રેડ મીટ
પેન્ક્રિયાટિક કેન્સર
8.લક્ષણ: ઘાટા રંગનું યુરિન, પેટમાં દુખાવો, વધુ પડતી ભૂખ અને તરસ લાગવી 
રિસ્ક ફેક્ટર: સ્મોકિંગ, ડાયબીટિઝ, ફેમિલી હિસ્ટ્રી, ઓબેસિટી
બ્રેસ્ટ કેન્સર
9.લક્ષણ: બ્રેસ્ટના આકાર અને રંગમાં ફેરફાર, સફેદ પાણી પડવું 
રિસ્ક ફેક્ટર: સ્ટ્રેસ, આલ્કોહોલ, ઓબેસિટી, સ્મોકિંગ
ઓવેરિયન કેન્સર
10.લક્ષણઃ પેટમાં વીંટ ચડવી અને દુખાવો થવો, યુરિન વારંવાર થવું, વધારે થાક લાગવો 
રિસ્ક ફેક્ટર: મેનોપોઝ બાદ હોર્મોન થેરાપી લેવી, ઓબેસિટી, ફેમિલી હિસ્ટ્રી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App