મહિલાઓએ પ્રેગ્નેન્સી દરમ્યાન ઓફિસ જવું જોઈએ કે નહીં? શું કહે છે રિસર્ચ?

પ્રેગ્નેન્સીમાં ઓફિસ જવાથી મહિલાને પ્રિએક્લેમ્સિયા થવાનો ખતરો વધી જાય છે

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 03:26 PM
working during pregnancy can harm the child study

હેલ્થ ડેસ્ક: દરેક પ્રેગ્નેન્ટ મહિલાને પ્રેગ્નેન્સી દરમ્યાન બેસ્ટ ખાનપાનની સાથે બેસ્ટ દેખભાળની જરૂર હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કામકાજી મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, પણ પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓએ કામ કરવું જોઈએ કે નહીં, તેના વિશે આજે અમે તમને જણાવીશું.


એક સ્ટડીની રિપોર્ટ મુજબ પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરનાર ગર્ભવતી મહિલાની સાથે-સાથે ગર્ભમાં રહેલાં ભ્રૂણના જીવને 5 ગણો વધુ ખતરો હોય છે.


શું છે પ્રિએક્લેમ્સિયા?


સંશોધકોનું અનુસાર, ઓફિસમાં કામનું વધુ પ્રેશર લેવાથી પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં એવા હોર્મોનનું સ્તર વધી જાય છે, જેનાથી પ્રેગ્નેન્ટ મહિલાને પ્રિએક્લેમ્સિયા (Pre-Eclampsia )નો ખતરો હોય છે. આમાં પ્રેગ્નેન્સીના છેલ્લા સમયમાં ઘણી સમસ્યાઓ આવે છે. સાથે જ પ્રિએક્લેમ્સિયાને કારણે પ્રેગ્નેન્ટ મહિલાને બ્લડપ્રેશર અને પગમાં સોજાની સમસ્યા જોવા મળે છે. સાથે જ મહિલાના જીવને પણ ખતરો હોઈ શકે છે.

10માંથી એક પ્રેગ્નેન્ટ મહિલા પ્રિએક્લેમ્સિયાથી પીડિત હોય છે

રિપોર્ટ્સ અનુસાર, લગભગ 10માંથી એક પ્રેગ્નેન્ટ મહિલા પ્રિએક્લેમ્સિયાથી પીડિત હોય છે. જેના કારણે સમય પહેલાં ઓપરેશનથી બાળકની ડિલીવરી કરવી પડે છે. ઘણાં સ્ટડીઝના રિપોર્ટ્સ મુજબ પણ પ્રેગ્નેન્સી દરમ્યાન, ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના કામ કરવાથી પ્રિમેચ્યોર ડિલીવરી થવાનો ખતરો રહે છે. સાથે જ જન્મ દરમ્યાન બાળકનું વજન સામાન્ય કરતાં ઓછું હોય છે.

પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરવા અને પ્રિએક્લેમ્સિયા વચ્ચે છે સંબંધ

આયરલેન્ડની યૂનિવર્સિટીમાં પ્રોફેસર જોન હિગ્ગીંસ દ્વારા ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલી સ્ટડીની રિપોર્ટમાં પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરવા અને પ્રિએક્લેમ્સિયા વચ્ચે સંબંધ દર્શાવામાં આવ્યો છે.

રિસર્ચ


ડબલિનના મેટરનિટી હોસ્પિટલમાં 20 વર્ષની લગભગ 933 મહિલાઓના બ્લડપ્રેશરની 24 કલાકથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી. રિપોર્ટ્સ મુજબ આ બધી મહિલાઓ 18થી 24 મહિના પ્રેગ્નેન્ટ હતી. આ તમામ મહિલાઓને 3 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. જેમાં 245 મહિલાઓ પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરી રહી હતી, જ્યારે 289 મહિલાઓ કામ કરી રહી ન હતી અને 399 મહિલાઓએ પ્રેગ્નેન્સી દરમ્યાન જોબમાંથી રજા લીધી હતી. પરિણામમાં જાણવા મળ્યું કે પ્રેગ્નેન્સી દરમ્યાન જે મહિલાઓ કામ કરી રહી હતી, તેનું બ્લડપ્રેશર અન્ય મહિલાઓથી વધારે હતું. આ ત્રણેય ગ્રુપની મહિલાઓમાં પ્રેગ્નેન્સી, જન્મ દરમ્યાન બાળકનું વજન અને ડિલીવરીની રીતમાં વધારે અંતર નહોતો. પણ પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરતી મહિલાઓમાં પ્રિએક્લેમ્સિયા થવાનો ખતરો 5 ગણો વધારે હતો.

કામના વધુ પ્રેશરથી પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં વધે છે સ્ટ્રેસ હોર્મોન

આ સિવાય અન્ય કેટલીક સ્ટડીમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓ માટે લાંબા સમય સુધી ઊભા રહેવું ખતરનાક સાબિત થઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે આની પાછળ કોઈ બાયોલોજીકલ કારણની જાણકારી મળી નથી, પરંતુ કામના વધુ પ્રેશરથી પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું સ્તર વધી જાય છે. આનાથી બોડીની નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. જેના કારણે પ્રેગ્નેન્ટ મહિલાઓમાં બ્લડપ્રેશરનું સ્તર વધી જાય છે.

સંશોધકો અનુસાર, સ્ટડીની રિપોર્ટનું ઉદ્દેશ્ય વર્કિંગ મહિલાઓને ડરાવવું નથી. સાથે જ પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓનું કામ કરવું આજકાલ સામાન્ય પણ છે. જેથી પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરવું કે નહીં આ મહિલા પર નિર્ભર કરે છે. જોકે જે મહિલાઓ પ્રેગ્નેન્સી દરમ્યાન ઓફિસ જતી હોય તેમણે સ્ટ્રેસ લેવાથી બચવું જોઈએ.

સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

X
working during pregnancy can harm the child study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App