રિસર્ચ / વોશિંગ્ટન યુનિવર્સિટીનો અભ્યાસ: મહિલાઓનું મગજ પુરુષોની સરખામણીએ 4 વર્ષ વધુ યુવાન

Womens brains are four years younger than mens study finds
X
Womens brains are four years younger than mens study finds

  • બ્રેન મેટાબોલિઝમથી મગજના તફાવતને સમજવામાં મદદ મળી 

divyabhaskar.com

Feb 06, 2019, 10:41 AM IST
વોશિંગ્ટન: વૃદ્ધ થતાં યાદશક્તિ નબળી થવાની અને ભૂલવાની બીમારીથી મહિલાઓ કરતા પુરુષો વધુ પરેશાન હોય છે. અમેરિકામાં આ અંગે એક અભ્યાસ કરાયો. તેના દ્વારા તેને સમજવામાં મદદ મળી છે. આ અભ્યાસમાં એવું જણાયું છે કે મહિલાઓનું મગજ તેમના જેટલી જ ઉંમર ધરાવતા પુરુષના મગજ કરતા જૈવિક રીતે લગભગ 4 વર્ષ યુવાન હોય છે. વોશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનના અભ્યાસમાં આ વાત સામે આવી છે. સંશોધકોના જણાવ્યા મુજબ મહિલાઓ અને પુરુષોમાં વૃદ્ધાવસ્થા દરમિયાન તફાવત જોવા મળે છે. બ્રેઇન મેટાબોલિઝમ આ તફાવત સમજવામાં મદદ કરે છે.

1. પુરુષોની વયસ્ક અવસ્થા મહિલાઓ કરતા ત્રણ વર્ષ પછી શરૂ થાય છે
રિસર્ચ ટીમના વડા ડૉ. મનુ ગોયલના જણાવ્યા મુજબ એવું નથી કે પુરુષોના મગજની વય ઝડપથી વધે છે. તેમની વયસ્ક અવસ્થા મહિલાઓ કરતા ત્રણ વર્ષ પછી શરૂ થાય છે. આ કાયમ રહે છે. એ વાત તો પહેલેથી જ જાણેલી હતી કે વય વધવાની સાથે પુરુષોનું મગજ મહિલાઓના મગજની તુલનાએ ઝડપથી સંકોચાય છે.
આ અભ્યાસે નવો ખુલાસો કર્યો છે કે તેમના બ્રેઇનનું મેટાબોલિઝમ પણ અલગ હોય છે. આથી તે સમજવામાં મદદ મળી છે કે શા માટે વૃદ્ધાવસ્થામાં પુરુષોની યાદદાસ્તમાં ઝડપથી ઘટાડો આવે છે. તેમના બોલવામાં પણ નબળાઈ આવે છે. સંભવત: મહિલાઓનું યુવા મગજ લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થામાં પણ તેમના મગજને યુવાન બનાવી રાખે છે.
ડો. મનુ ગોયલના જણાવ્યા મુજબ તેઓ જાતિ આધારિત કારણો જોઈ રહ્યા છે કે કેવી રીતે મગજની વય પ્રભાવિત કરે છે. એ પણ સમજી રહ્યા છે કે કયાં કારણે મગજને ન્યૂરોડિજેનેરેટીવ બીમારીના જોખમનો સામનો કરવો પડે છે. અભ્યાસમાં એ પણ જણાવ્યું કે આખરે શા માટે મહિલાઓ પુરુષની તુલનાએ વધુ સમય સુધી માનસિક રીતે ચુસ્ત રહે છે.
4. મગજમાં ગ્લુકોઝની ખપતને આધાર બનાવી પરીક્ષણ કરાયું
અભ્યાસમાં 20થી 82 વર્ષના 205 પુરુષો અને મહિલાઓના મગજનું સ્કેનિંગ કરાયું હતું.તેમની વાસ્તવિક ઉંમરની તુલના તેમના મગજની ઉંમર સાથે કરાઈ. તેમાં ગ્લુકોઝ અને ઇંધણ તરીકે ઓક્સિજનના વપરાશને આધાર બનાવાયો. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા મગજને તેના વિકાસ માટે ઓછું પણ રોજિંદા કામ અને માનસિક પડકાર માટે વધુ ગ્લુકોઝ વાપરવો પડે છે.
કમ્પ્યૂટર દ્વારા જણાવ્યું કે મહિલાઓ દ્વારા મગજના વિકાસ માટે તુલનાત્મક રીતે વધુ ગ્લુકોઝનો વપરાશ થયો. આથી જણાય છે કે તેમનું મગજ વધુ યુવાન છે. મહિલાઓના મગજની વય પુરુષોના મગજની તુલનામાં જૈવિક રીતે 3.8 વર્ષ ઓછી જણાઈ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી