તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગોથી બચવા સફરજન, કેરી, ચણા, લીલી હળદર, આદુ, ગાજરને ગરમ પાણીમાં પલાળીને ઉપયોગમાં લેવાં જોઈએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: સામાન્ય રીતે ફળ અને શાક ખાતાં પહેલાં કે રસોઈમાં ઉપયોગમાં લેતા પહેલાં તેને પાણીથી ધોવા જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી, તેને પાણીમાં પલાળી રાખવાં પણ જરૂરી છે. જેથી તેની પર રહેલાં કેમિકલ્સ દૂર થાય અને તમે રોગોથી બચીને રહી શકો. 

 

ઓછી હોય છે ફળો-શાકની ગરમી

 

કેટલાંક ફળો અને શાકભાજી ઉનાળા માટે હોય છે. તેને થોડીવાર પાણીમાં પલાળી રાખવાથી કબજિયાત, ત્વચાની સમસ્યા, માથાનો દુખાવો અને ડાયરિયા જેવી સમસ્યાઓ દૂર થાય છે. સફરજન, કેરી, ચણા, લીલી હળદર, આદું, ગાજર વગેરેને પલાળીને ઉપયોગમાં લેવાં જોઈએ. 

 

જંતુનાશકો થાય દૂર 

 

ખાતર અને માટીમાં જંતુનાશકોનો ઉપયોગ થાય છે, જે ફળો અને શાકભાજી આપણા પેટમાં જાય છે. ફળો અને શાકભાજીને 3-4 કલાક ગરમ પાણીમાં રાખવાથી તેની અસર ઓછી થઈ જાય છે. 

 

મીણનું પડ દૂર કરો 

 

ફળો ફ્રેશ લાગે તે માટે તેની પર મીણ લગાવવામાં આવે છે. આ મીણ ગંભીર બીમારી ફેલાવે છે. ખાસ કરીને સફરજન ખાતાં પહેલાં તેને ગરમ પાણીમાં પલાળીને રાખો. 

 

વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા લગાવો ઈંડુ, દહીં, ડુંગળીનો રસ, બટાકાનો રસ, લીંબુ