તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકા-ચૂકા દાંતની સમસ્યા દૂર કરવા શું કરવું?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક:  કોઈ પણ વ્યક્તિને સીધા સુંદર દાંત હોય તો તેનું સ્મિત રળિયામણું લાગે છે. સ્મિતનો આધાર દાંત પર પણ છે. જો દાંત વાંકા-ચૂકા હોય અને તેની સારવાર હાથ ધરવામાં આવે તો ઘણી બધી પેઢા અને દાંતની બીમારીઓથી મુક્ત રહી શકાય. જેથી ડેન્ટિસ્ટ ડો. મીત રામત્રી જણાવી રહ્યાં છે વાંકા-ચૂકા દાંતની સારવાર વિશે. 

 

વાંકા-ચૂકા દાંત કોને કહી શકાય? 

 

-ઉપર અને નીચેના આગળનાં દાંત બહારની બાજુ આગળ પડતા હોય.

 

-ઉપર અને નીચેના દાંત-વાંકા-ચૂકા ગોઠવાયેલા હોય. નીચેનું જડબું ઉપરના જડબા કરતાં વધારે વધેલું હોય. 


-અમુક દાંત પોતાની ગોઠવણ કરતાં ઉલટા ગોઠવાયેલા હોય. જેમ કે, ઉપરનાં દાંત બહાર અને નીચેના દાંત અંદર હોવાના બદલે કોઈ એક ઉપરનો દાંત અંદરની બાજુ ગોઠવાયેલો હોય. (ક્રોસ બાઇટ) ઉપરનું જડબું નાનું હોવાના લીધે દાંતને ગોઠવણી માટે જગ્યા ન મળતા વાંકા-ચૂકા ગોઠવાયેલા હોય. નીચેના જડબાનો વિકાસ પૂર્ણપણે ન થયો હોય. 

 

નિદાન: 

 

ડેન્ટિસ્ટ દ્વારા ક્લીનિકલ એક્ઝામિનેશન બાદ બે ટાઇપનાં એક્સ-રે (રેડિયોગ્રાફ) જેમ કે, ઓ.પી.જી. (ઓરલ પેન્ટામોગ્રાફ) અને લેટરલ સિફેલો ગ્રામ દ્વારા જડબામાં થતો દાંતના વિકાસ અને ઉપર અને નીચેનાં જડબાની ગોઠવણનો અંદાજ આવે છે. ત્યારબાદ સારવાર નક્કી કરવામાં આવે છે. 

 

સારવાર: 


-7થી 11 વર્ષની ઉંમરના બાળકોમાં વિવિધ પ્રકાશની માયો-ફંક્શનલ પ્લેટ જેમ કે, એક્સપાન્શન પ્લેટ, ટ્વીન બ્લોક, ફેંકલસ અપલાયન્સ, હોલીસ પ્લેટ અને 2-સ્પ્રિંગ જેવી જરૂરિયાત પ્રમાણેની સારવાર હાથ ધરતાં ભવિષ્યમાં બ્રેસીસ દ્વારા થતી સારવાર સરળ બનાવી શકાય છે. અને અમુક કેસમાં ટાળી પણ શકાય છે. 

 

-સારવાર શરૂ કરતાં પહેલા બાળકને કોઈ પણ આદત હોય જેમ કે, મોંથી શ્વાસ લેવો, અંગૂઠો ચૂસવો, હોઠ ચાવવો, જીભ ચૂસવી ને યોગ્ય અપલાયન્સ આપી અટકાવામાં આવે છે. જેને નાબૂદ કરવા માટે 1થી 3 મહિનાનો સમય લાગી શકે છે. 

 

-બ્રેસીસના અલગ પ્રકાર હોય છે, પરંતુ દરેક બ્રેસીસ વાંકા-ચૂકા દાંતને યોગ્ય ગોઠવણી કરવા માટે યોગ્ય તાર દ્વારા વાંકા-ચૂકા દાંતના નિષ્ણાત દર મહિને જરૂરિયાત મુજબ સારવાર હાથ ધરે છે. 

 

-બ્રેસીસ માટેની ઉંમર આશરે બધા કાયમી દાંત આવ્યા બાદ હોય છે પરંતુ અમુક કિસ્સાઓમાં જરૂરિયાત જણાતાં સ્પોશિયાલિસ્ટ તેને ઉંમર પહેલાથી પણ શરૂ કરતાં હોય છે. 

 

-બ્રેસીસની સારવાર બાદ રિટેન્શન પ્લેટ આપવામાં આવે છે. જેથી દાંત પોતાની જગ્યાએ ગોઠવાઈને રહી શકે. તેમાં કાઢવા-પહેરવાના અને ફિક્સ બે રિટેનર આવે છે. 

 

-જડબામાં અયોગ્ય ફેરફાર જણાય તો જડબામાં ઓર્થોગ્નેથિક સર્જરી દ્વારા ફેરફાર કરી શકાય છે. 

 

-બ્રેસીસની સારવાર થયા બાદ ડેન્ટિસ્ટનાં સૂચનો પ્રમાણે કાળજી લેવામાં ના આવે તો દાંત ફરી પાછાં વાંકા-ચૂકા થવાની શક્યતા હોય છે.

 

-બ્રેસીસ કોઈ પણ ઉંમરે હાથ ધરી શકાય છે. કાયમી દાંત આવ્યા બાદ પુખ્તવયના લોકોમાં પણ આ સારવાર સરળતાથી હાથ ધરી શકાય છે. 

 

વોકિંગ, રનિંગ, સાઈડ પ્લેંક, હાઈ ની જેવી 7 કસરતો કરવાનો નિયમ બનાવવાથી ઝડપથી ઘટાડી શકાય છે વજન