વર્લ્ડ કેન્સર ડે / કેન્સરથી બચવા માટે ક્યારે, કયો ટેસ્ટ કરાવવો જોઈએ?

when and what type of test should men and women do to check for cancer

divyabhaskar.com

Feb 04, 2019, 05:37 PM IST

હેલ્થ ડેસ્ક: આજે 04 ફેબ્રુઆરી એટલેકે વર્લ્ડ કેન્સર ડેના દિવસે અમે તમને આ અહેવાલ સાથે જણાવી રહ્યા છીએ કે કોઈપણ મહિલા કે પુરુષે કેન્સરથી બચવા માટે ક્યારે, કયો ટેસ્ટ કરાવવો જોઈએ:


મેમોગ્રાફી: 30 વર્ષની ઉંમર પછી દર મહિને જાતે જ બ્રેસ્ટની તપાસ કરો. આ માટે પીરિયડ્સ શરુ થયાથી 7મો દિવસ નક્કી કરો. 40 વર્ષની ઉંમરમાં ડોક્ટર પાસે તપાસ કરાવો અથવા મેમોગ્રાફી કરાવો. ફેમિલી હિસ્ટ્રી હોય તો 20 વર્ષની ઉંમરથી જ જાતે તપાસ શરુ કરો અને 35 વર્ષની ઉંમરમાં એમઆરઆઈ કરાવી લો.


પેપ સ્મિયર: સર્વાઈકલ કેન્સરથી બચવા માટે લગ્નના ત્રણ વર્ષ પછી પેપ સ્મિયર ટેસ્ટ કરાવો. 3 વર્ષ સતત કરાવ્યા બાદ દર 3 વર્ષે એક વાર કરાવો


મોઢા અને ગળાની તપાસ: મોઢા અને ગળાના કેન્સર માટે એકવાર ઈએનટી સ્પેશિયાલિસ્ટ અથવા હેડ/નેક સર્જન પાસે તમારા મોઢા અને ગળાની તપાસ કરાવી લો. લંગ્સ માટે જો કોઈ 15-20 વર્ષથી સ્મોક કરી રહ્યું છે, તેને ઉધરસ પણ છે તો તેના ફેફસાઓનું સીટી સ્કેન કરાવી લેવું જોઈએ.


પીએસએ ટેસ્ટ: પ્રોસ્ટેટ કેન્સર માટે 50 વર્ષની ઉંમરમાં પુરુષોનો પીએસએ ટેસ્ટ કરાવવો જોઈએ. દર 2 વર્ષ અથવા ડોક્ટરના જણાવ્યા અનુસાર રિપીટ કરાવો. પ્રોસ્ટેટ કેન્સરની ફેમિલી હિસ્ટ્રી હોય તો 40ની ઉંમરમાં જ પીએસએ ટેસ્ટ કરાવી લો.


સ્ટૂડ બ્લડ ટેસ્ટ: આંતરડાના કેન્સરથી બચવા જો મળમાં લોહી આવતું હોય તો સ્ટૂલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ કરાવવો. મુશ્કેલી થવા પર કોલોનોસ્કોપી કરાવી શકો છો.

X
when and what type of test should men and women do to check for cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી