આખી રાત પડખું ફરતાં રહેવું હાઈપરથાઈરોઈડ, સ્લિપ એપ્નિયા, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે, તરત ડોક્ટરની સલાહ લો

ઊંઘ પૂરી ન થવાથી ડાયબિટીસ, હાઈ બીપી, હાર્ટ ડિસીઝ અને મેદસ્વિતા જેવા રોગો થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 06:04 PM
What is Restless Legs Syndrome

હેલ્થ ડેસ્ક: પૂરતી ઊંઘ આપણાં શરીરને એનર્જેટિક રાખવા માટે ખૂબ જ જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાથી ડાયબિટીસ, હાઈ બીપી, હાર્ટ ડિસીઝ અને મેદસ્વિતા જેવા રોગો થઈ શકે છે. પણ શું તમે જાણો છો કે તમારી સૂવાની આદતોથી તમારા સ્વાસ્થ્ય વિશે જણાવી શકાય છે. તો આજે તમે પણ જાણી લો.


અચાનક ઊંઘ ઊડી જવી


તમે સૂતા હો અને અચાનક ઊઠી જાઓ અને પછી ઊંઘ ન આવવા પાછળ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (મગજ સંબંધી વિકાર) કારણ હોઈ શકે છે. આ વિકાર ઘણાં લોકોને પ્રભાવિત કરે છે. જો તમને રાતે તમારા પાર્ટનરને લાત મારવાની અથવા રાતે જાગી જવાની આદત હોય તો તમને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ હોઈ શકે છે.


પડખું ફરતાં રહેવું અને હાર્ટ બીટ તેજ થવી


જો તમે રાતે વારંવાર પડખું ફરતાં રહો છો અને હાર્ટ બીટ તેજ થઈ જાય છે તો આ ઓવરએક્ટિવ થાઈરોઈડને કારણે હોઈ શકે છે. જો તમને સતત રાતે સૂતી વખતે અનિદ્રા, હાર્ટ બીટ તેજ થવી અને અનઈઝીનેસ ફીલ થાય તો આ હાઈપરથાઈરોઈડને કારણે થઈ શકે છે. જેના નિદાન માટે ડોક્ટરને બતાવવું.


વારંવાર ઊઠીને બાથરૂમ જવું


જો રાતે તમારે ઘણીવાર પેશાબ માટે જવું પડે તો આ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. રાતે 2થી વધુ વાર પેશાબ માટે જવું ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. સતત પેશાબ આવવા પાછળનું કારણ બ્લડમાં શુગરની માત્રા વધુ હોવી હોઈ શકે છે.


ઊંઘમાં શ્વાસ લેવામાં પરેશાન


જો તમને ઊંઘમાં શ્વાસ લેવામાં પરેશાની થાય છે તો તે સ્લિપ એપ્નિયાનો સંકેત હોઈ શકે છે. આજકાલ લોકોમાં સ્લિપ એપ્નિયાની બીમારી ખૂબ જ વધી રહી છે અને તેનું સૌથી મોટું કારણ દિનચર્યા નિયમિત ન હોવી છે. આ સમસ્યામાં ખાનપાન અને સૂવાની આદતો પર ધ્યાન આપવું જરૂરી છે અને ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ. સ્લિપ એપ્નિયાની બીમારીમાં રાતે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે.

ડાયટિંગ કરતાં લોકોએ એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

X
What is Restless Legs Syndrome
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App