હથેળીમાં વધારે પરસેવો થાય તો ફટકડીથી ધુઓ હાથ, બેદરકારી ન કરતાં, હોઈ શકે બીમારીનો સંકેત

હાઇપર હાઇડ્રોસિસની બીમારીમાં આવી સમસ્યા થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 05:03 PM
what is hyperhidrosis and its symptoms of excess

હેલ્થ ડેસ્ક: ઘણાં લોકોને ચિંતા, ગભરામણ જેવી પરિસ્થિતિમાં હથેળીમાં પરસેવો થવા લાગે છે. એના કારણે વ્યક્તિ રોજિંદાં કામ નથી કરી શકતી. પરસેવાના કારણે ફિંગરપ્રિન્ટ પણ નથી આવતી. આને સામાન્ય પરિસ્થિતિ માનીને નજરઅંદાજ ન કરશો. આવું હાઇપર હાઇડ્રોસિસની બીમારીમાં પણ થાય છે. ચામડીમાં એક્સેસિવ હાઇડ્રેશન(પાણીનું પ્રમાણ વધુ હોવું)ના લીધે થાય છે. ચામડીમાં સૌથી ઉપરના લેયરમાં પાણી કેટલું હોય છે? તેને હાઇડ્રેશન કહેવાય છે. નાનાં બાળકોની ચામડી વધારે સોફ્ટ હોવાના કારણે સૌથી વધારે હાઇડ્રેટ હોય છે. ઉંમર વધવાની સાથે સાથે હાઇડ્રેશનની માત્રામાં પણ ઘટાડો જોવા મળે છે. સ્ત્રીઓ અને પુરુષોમાં હાઇડ્રેશનનું પ્રમાણ એકસરખું જ હોય છે. ડર્મેટોલોજિસ્ટ, ડો. પુનિત ભાર્ગવ જણાવી રહ્યાં છે કેમ હથેળીમાં ઘણાં લોકોને પરેસોવો થાય છે.

મોઢા અને ગરદનના ભાગ પર સૌથી વધારે હાઇડ્રેશન હોય છે

મોઢા અને ગરદનના ભાગ પર સૌથી વધારે હાઇડ્રેશન હોય છે. બહાર વાતાવરણના તાપમાનમાં વધારો થવાથી ડ્રિહાઇડ્રેટ થવાનું શરૂ થાય છે. પછી પરસેવામાં વધારો થાય છે. સાબુ અને અન્ય કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ કરવાથી એ લેયર દૂર થાય છે. તેનાથી પાણીનું પ્રમાણ ઘટી જાય છે. કોઈ પણ પ્રકારની ઈજાથી હાઇડ્રેશન ઓછું થઈ જાય છે. જે લોકો દિવસની 11-20 સિગારેટ પીવે છે, એમનામાં હાઇડ્રેશન ઓછું હોય છે. ચોમાસામાં હાઇડ્રેશનનું પ્રમાણ વધારે હોય છે. કોર્નિયોમીટર અને મોઇશ્ચરોમીટરથી ચામડીમાં હાઇડ્રેશનનું પ્રમાણ માપી શકાય છે. વૃદ્ધોમાં ડ્રાઈ-સ્કિનની સામાન્ય સમસ્યા હોય છે. વર્ષો સુધી આ સમસ્યા રહેવાથી એટોપિક ડર્મેટાઇટિસ, સોરાયસિસ જેવી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. આ સમસ્યાને મોઇશ્ચરાઇઝિંગ એજેન્ટથી મટાડી શકાય છે.

ટ્રીટમેન્ટ

આ બીમારીને સામાન્ય રીતે કાબૂમાં કરી શકાય છે. જેના માટે ફટકડીથી હાથ ધોવા. આનાથી હથેળીમાં પરસેવો ઓછો થશે. આ સિવાય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકાય છે અને બોટોક્સના ઇન્જેક્શનથી પણ કાબૂમાં રાખી શકાય છે. આ સાથે સર્જરી પણ એક સારો ઉપાય છે.

શું ખાવું?

હાઇડ્રેશનને લીધે શિયાળામાં અને ચોમાસામાં ચામડી સુકાઈ જાય છે. જેને રોકવા માટે લીલાં શાકભાજી, ગાજર અને ટામેટાં ખાવાં જોઈએ. તેનાથી ચામડીનું હાઇડ્રેશન મેઇન્ટેઇન કરી શકાય છે. ચામડીને હેલ્ધી રાખવા માટે આ કારગર ઉપાય છે.

10 ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

X
what is hyperhidrosis and its symptoms of excess
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App