Home » Lifestyle » Health » What is fungle infiction, what are the symptoms

ચોમાસામાં વકરતું ફંગલ ઇન્ફેક્શન શું છે? એનાં લક્ષણો શું છે?

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 05:08 PM

ચામડીમાં ખંજવાળ સાથે લાલ ચાઠાં થવાં એ દાદર કે ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય લક્ષણ છે

 • What is fungle infiction, what are the symptoms

  હેલ્થ ડેસ્ક: ચોમાસાની સિઝનમાં સ્કિન સંબંધી સમસ્યાઓ વધી જાય છે. વરસાદ અને ગરમીમાં ઘણી વખત નાની ફોલ્લીઓ, ચાઠાં, ખંજવાળની ફરિયાદો સાંભળવા મળે છે. મોટા ભાગે લોકો આ શરૂઆતી નાનાં લક્ષણોની અવગણના કરે છે અને સમયસર સારવાર લેતા નથી, જેથી સામાન્ય અને સાદા રોગો જટિલ સ્વરૂપ ધારણ કરી શકે છે. જો વહેલી તકે ચામડીના સ્પેશિયાલિસ્ટનું માર્ગદર્શન લેવામાં આવે તો ત્વચાની તંદુરસ્તી જળવાઈ રહે છે. ડર્મેટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજિસ્ટ ડૉ. અંશુલ વર્મન જણાવી રહ્યાં છે ફંગલ ઈન્ફેક્શન અને તેના લક્ષણો વિશે.

  ફંગલ ઇન્ફેક્શન શું છે? એનાં લક્ષણો શું છે?

  સામાન્ય રીતે ફૂગજન્ય રોગ ચોમાસામાં વધી જતા હોય છે. ચામડીમાં ખંજવાળ સાથે લાલ ચાઠાં થવાં એ દાદર કે ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય લક્ષણ છે. લાલ કે કાળાં ચાઠાં, એક મોટા ચાઠાની આજુબાજુ નાની-નાની ફોલ્લીઓ થવી, ગોળ આકારમાં ફેલાતાં ચકામાં શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, પણ ગુપ્ત ભાગ, સાથળનો ભાગ, બગલમાં, હાથ અને પગની આંગળીઓ વચ્ચે અને તે બધી જગ્યાઓ જ્યાં ચામડીનો ઘસારો કે પરસેવો વધારે થાય ત્યાં ફૂગના જંતુ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કોઈ પણ શંકાસ્પદ ચાઠાં શરીરમાં દેખાય, અતિશય ખંજવાળ, બળતરા અથવા દુખાવો હોય તો તરત ડૉક્ટરની સલાહ લેવી, કારણ કે ફૂગજન્ય રોગ ચેપી હોય છે અને શરીરમાં બીજી જગ્યાએ અથવા ઘરના બીજા લોકોમાં ફેલાઈ શકે છે. તમારા ડૉક્ટરની સલાહ લીધા બાદ લેબોરેટરીમાં તપાસ કરાવી શકાય, કારણ કે ફંગલ ઇન્ફેક્શન ચામડી, વાળ અને નખને અસર કરી શકે છે.

  ફૂગજન્ય રોગની સારવાર કઈ રીતે થાય છે?

  સંપૂર્ણ તપાસ અને નિદાન પછી તમારા રોજ પ્રમાણે તમારા ડર્મેટોલોજિસ્ટ એન્ટિફંગલ ક્રીમ, સાબુ, પાઉડરનો કોર્સ લખી આપશે. તમારા ડૉક્ટર દવાનો ડોઝ અને સમયગાળો અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખીને નક્કી કરશે, જેમ કે લિવર/કિડનીની તકલીફો, પ્રેગ્નન્સી, બીજી સહવર્તી દવાઓ વગેરે. આરામ થતાં જાતે દવાઓ બંધ ન કરવી નહીંતર જંતુઓ ડ્રગની સામે પ્રતિકાર મેળવી લે છે અને ફરી કોર્સ કરવા છતાં આરામ મળતો નથી. ફૂગજન્ય રોગના લીધે થતી તકલીફો રોજની પ્રવૃત્તિઓને મર્યાદિત કરી દે છે. કામકાજમાં ધ્યાન આપવું મુશ્કેલ બની જાય છે અને જીવનધોરણની ગુણવત્તામાં ઘટાડો કરે છે.

  ફૂગજન્ય રોગ ચોમાસામાં વધી જાય છે

  -નિષ્ણાતોની સ્ટડી મુજબ, આખા ભારતમાં ફૂગજન્ય રોગ રોગચાળાનું રૂપ લઈ ચૂક્યા છે, જેનાં મુખ્ય કારણો છેઃ જાતે દવા કરવી, જંતુના ડ્રગ રેઝિસ્ટન્સ, સ્ટેરોઇડવાળી ક્રીમ વગેરે જાતે લગાડવી

  -એન્ટિફંગલ ટ્રીટમેન્ટનો યોગ્ય રીતે ઉપયોગ અને રોગ અંગે જાણકારી મહત્ત્વપૂર્ણ છે. જો વહેલાસર નિદાન કરી શકાય અને તેની યોગ્ય રીતે સારવાર થઈ શકે તો આ રોગ પર અંકુશ મેળવી શકાય છે.

  -સામાન્ય રીતે ફૂગજન્ય રોગ ચોમાસામાં વધી જતા હોય છે. ચામડીમાં ખંજવાળ સાથે લાલ ચાઠાં થવાં એ દાદર કે ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય લક્ષણ છે

  10 ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ