તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત ઓડકાર આવવાની સમસ્યા થતી હોય તો જમતાં પહેલાં 1 ગ્લાસ ગરમ પાણીમાં હીંગ મિક્સ કરીને પી લો, તરત મળશે આરામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે ગંધ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે. ક્યારેક વધારે જમી લેવાથી પણ ઓડકાર આવ્યા કરે છે. જમતી વખતે મોં ખુલ્લુ રાખીને ખોરાકને ચાવવાની ક્રિયા કરવાથી ચાવેલો ખોરાક ગળા નીચે ઊતારતી વખતે જાણે અજાણે હવા પણ પેટમાં જાય છે. જેના કારણે પણ ઘણીવાર ઓડકાર આવવાની સમસ્યા થઈ શકે છે. 


ઓડકારની સમસ્યા દૂર કરવાના ઉપાય


-ભોજન કરતાં પહેલાં આદુનું પાઉડર, મિશ્રણ કે એક નાનો કટકો ચાવવાથી ઓડકારની સમસ્યાથી છૂટકારો મળે છે. જો તમે આદુનો તીખો સ્વાદ સહન ન થતો હોય તો તમે આદુ અને મધની ચા બનાવીને પણ પી શકો છો. જેના માટે ઉકળતાં પાણીમાં છીણેલું આદું નાખી પછી તેમાં લીંબુંનો રસ અને છેલ્લે નવશેકું રહે એટલે મધ સ્વાદ મુજબ મિક્સ કરવું. આ રીતે લેવાથી પેટમાં ભરાયેલો ગેસ દૂર થશે અને તેના લીધે આવતા ઓડકારમાં પણ ઝડપથી આરામ મળશે.

 

-એક ગ્લાસ પાણીમાં 1 લીંબુનું રસ અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવું. આનાથી ઓડકારની સમસ્યામાં આરામ મળશે. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે. આ પ્રાકૃતિક ઈનો તરીકે કામ કરે છે.

 

-પપૈયાના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતાં ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પપાઈન નામનું એન્ઝાઈમ હોય છે, જે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કરે છે. ગેસ એ ઓડકારનું મુખ્ય કારણ હોય છે. જેથી પપૈયાને પોતાના દૈનિક ખોરાકમાં સમેલ કરવું.

 

-ભોજનમાં એક વાટકી દહીં ખાવું એ સામાન્ય અને પ્રાચીન ભારતીય પરંપરા છે. એનું કારણ એ છે કે દહીં પાચનશક્તિને વધારે છે. તેમાં રહેલાં સારાં બેક્ટેરિયા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે, જો તમને દહીં ન ભાવતું હોય તો તમે છાશ પણ લઈ શકો છો. રેગ્યુલર ડાયટમાં દહીં કે છાશ સામેલ કરવાથી ઓડકારની સમસ્યામાં રાહત મળે છે.

 

-વરિયાળી અને અજમો સરળતાથી મળી રહે છે અને સસ્તાં પણ હોય છે. ભોજન કર્યા બાદ આવતા ખાટાં ઓડકારથી બચવા માટે થોડી વરીયાળી કે અજમો ચાવીને ખાઈ લેવા, આ બીજ વાતને ઓછું કરે છે અને ગેસને આંતરડામાંથી બહાર કાઢે છે.

 

-એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હીંગ મિક્સ કરીને ભોજન કરતાં પહેલાં પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો તરત આરામ મળે છે. ઓડકારથી છુટકારા માટે આ સરળ ઉપાય છે.

 

વાળને હેલ્ધી, સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે બેસ્ટ છે બદામના તેલનું માસ્ક, ઘરે જ સરળતાથી બનાવીને લગાવો