115 કિલો હતું વજન પણ એક વાત દિલ પર લાગી આવી અને 6 જ મહિનામાં આ રીતે ઘટાડ્યું 45 કિલો વજન, રોજ આ 1 કામ કરતો

Divyabhaskar.com

Dec 05, 2018, 01:51 PM IST
Weight Loss Story: Losing 45 kgs in 6 months

હેલ્થ ડેસ્ક: કંઈક હાંસલ કરવા માટે દૃઢ નિશ્ચયની જરૂર હોય છે. એવો જ એક ઉદાહરણ 31 વર્ષના રાહુલ રાશૂએ સાબિત કર્યો છે. રાહુલ બાળપણથી સ્થૂળતાનો શિકાર હતો. 2014માં તેણે વજન ઘટાડવાનું નક્કી કર્યું. એક સમયે તેનું વજન 115 કિલો હતું. 6 જ મહિનામાં તેણે 45 કિલો વજન ઘટાડી દીધું. મીડિયાને ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું કઈ રીતે 6 મહિનામાં આટલું વજન ઘટાડ્યું. રાહુલને લોકો જાડો કહીને હેરાન કરતા હતા, આ જ વાત તેના દિલ પર લાગી ગઈ હતી.


બ્રેકફાસ્ટ


સ્કિમ્ડ મિલ્ક (મલાઈ વિનાનું) અને 1 કપ ઓટ્સ


લંચ


બાફેલાં શાક ખાતો હતો. જેમાં બ્રોકલી, ફ્લાવર, ભીંડા અને ક્યારેક મસૂરની દાળ પણ ખાતો હતો.


ડિનર


રાતે પણ દિવસની જેમ બાફેલાં શાકભાજી ખાતો હતો.


વર્કઆઉટમાં શું કરતો હતો


-10 કિમીની સ્પીડે રોજ 1 કલાક દોડવાનું શરૂ કર્યું.


-પોતાના જૂના ફોટોઝ અને વીડિયોને નવા ફોટોઝ અને વીડિયોથી કમ્પેર કરીને મોટિવેટ થતો હતો.


-રોજ વજન ચેક કરતો હતો. જેથી ખબર પડે કે યોગ્ય ટ્રેક પર જઈ રહ્યો છે કે નહીં.


-લોકો તેની પર હંસતા હતા અને અજાણ્યા લોકો પણ મજાક ઊડાવતા હતા, જેથી વજન ઘટાડવાનું નક્કી કર્યું.


શું છે રાહુલની ટિપ્સ


-વજન ઘટાડવા માટે શરૂઆતમાં જ યોગ્ય પગલાં લેવા. તમે જેટલું મોડું કરશો વજન ઘટાડવું એટલું જ મુશ્કેલ બનશે.

-રેગ્યુલર ડાયટ છોડીને બાફેલાં ખોરાક પર શિફ્ટ થવું બહુ મુશ્કેલ હતું પણ સતત આને ફોલો કરવાથી રિઝલ્ટ મળી ગયું.


ભૂલથી પણ આ 7 વસ્તુઓ વારંવાર ગરમ કરીને ખાવી નહીં, નહીંતર થશે આવા નુકસાન

X
Weight Loss Story: Losing 45 kgs in 6 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી