તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિવરમાં જમા થતી ચરબીથી વધી શકે છે લિવર ડિસીઝનો ખતરો, બચવા આહારમાં કેલરીનો ઘટાડો કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક:  લિવર ફેલ્યર માટે માત્ર આલ્કોહોલનું સેવન જ જવાબદાર નથી. પરંતુ લિવરમાં જમા થતી ચરબી પણ તેના માટે જવાબદાર છે. આલ્કોહોલનું સેવન ન કરતા લોકોમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે લિવર ફેલ્યરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાંથી બચવા માટે આહારમાં ફળો, શાકભાજી, વિવિધ અનાજનો સમાવેશ કરવો. ગેસ્ટ્રોએંટ્રોલોજિસ્ટ ડો. અમિત સાંઘી જણાવી રહ્યાં છે લિવર ફેલ્યરથી બચવાના ઉપાય.

 

જાડાં લોકોએ આહારમાં કેલરીનું પ્રમાણ ઓછું કરવું

 

જાડાં લોકોએ આહારમાં કેલરીનું પ્રમાણ ઓછું કરવું. કસરત કરવી. જે લોકોમાં મેટાબોલિક ડિસઓર્ડર જેવી ડાયાબિટીસની ફેમિલી હિસ્ટ્રી હોય તેઓને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ થવાનું જોખમ વધુ રહે છે. આ લોકોમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ થવાની શક્યતા વધી જાય છે. માટે આ લોકોએ રેગુલર ચેકઅપ કરાવવું. જેમાં બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી,ફાઈબ્રો સ્કેનનો સમાવેશ થાય છે. આ ટેસ્ટથી રોગનું નિદાન વહેલીતકે થઈ શકશે. 

 

80 ટકા લિવર ડેમેજ થયા બાદ ચિહ્નો ધ્યાનમાં આવે છે

 

કેટલીક વખત 80 ટકા લિવર ડેમેજ થયા બાદ ચિહ્નો ધ્યાનમાં આવે છે. અને જો તેમ થાય તો પછી લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એક વિકલ્પ બચે છે. નિયમિત આલ્કોહોલના સેવનથી લિવર ડેમેજ થાય છે. જે ક્રોનિક લિવર ફેલ્યરમાં ફેરવાઈ જાય છે. આલ્કોહોલિક ફેટી લિવરમાં શરૂઆતના તબક્કે કોઈ પ્રકારનાં લક્ષણો જોવા મળતાં નથી. આલ્કોહોલિક હેપેટાઈટિટ્સ બીજું સ્ટેજ છે, જેમાં લિવરમાં ઈન્ફ્લેમેશન અને સોજો રહે છે. આ રોગ મોટેભાગે કાયમી પીનારાઓમાં જોવા મળે છે. 

 

વોકિંગ, રનિંગ, સાઈડ પ્લેંક, હાઈ ની જેવી 7 કસરતો કરવાનો નિયમ બનાવવાથી ઝડપથી ઘટાડી શકાય છે વજન