પ્રેગ્નન્સી / મમ્મી બનવા ઇચ્છતી મહિલાઓ માટે જલ્દી સૂઈને-જલ્દી ઉઠવાની ફોર્મ્યુલા, સીધો પ્રેગ્નન્સી સાથે સંબંધ

divyabhaskar.com

Jan 11, 2019, 12:26 PM IST
Waking up early can increase possibility of motherhood for women
X
Waking up early can increase possibility of motherhood for women

  • વારવિક યુનિવર્સિટીના રિસર્ચ મુજબ, માતા બનવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ મોડી રાત સુધી જાગવાથી બચે 
  • સવારે જલ્દી ઉઠનારી મહિલાઓમાં ઓવરવેટ, ડાયાબિટીઝ અને હ્ર્દય રોગનું જોખમ ઓછું હોય છે

 

હેલ્થ ડેસ્ક: સવારે જલ્દી ઉઠનારી મહિલાઓના પ્રેગ્નેન્ટ થવાની સંભાવના વધુ હોય છે. 100 મહિલાઓ પર વારવિક યુનિવર્સિટીના રિસર્ચમાં કહેવાયું છે કે મહિલાઓ પ્રેગ્નન્સી પ્લાન કરવા માંગતી હોય તો મોડી રાત સુધી ઊંઘવાની જગ્યાએ વહેલી સવારે ઉઠવાની ટેવ પાડે.

રિસર્ચમાં સવારે વહેલી ઉઠનારી 1/3 મહિલાઓ ગર્ભવતી થઇ

1.રિસર્ચમાં સામેલ 100માંથી 1/3 મહિલાઓ ગર્ભવતી થઇ છે. આ તે મહિલાઓ છે જેમના ઊંઘવાનો સમય રાતે 10.30થી લઈને સવારે 6.30 સુધી હતો. સંશોધકોનું કહેવું છે કે, આ મહિલાઓ રાતે 2.30થી 3.30 વાગ્યાની વચ્ચે ગાઢ ઊંઘમાં હતી. સામે મોડી રાતે ઊંઘતી મહિલાઓની ગાઢ ઉંઘનો સમય સવારે 6 વાગ્યાનો હતો.
 
વહેલી સવારે ઉઠતી મહિલાઓમાં સ્મોકિંગ, ઓવરવેટ, ડાયાબિટીઝ અને હ્રદયરોગની આશંકા ઓછી
2.જલ્દી ઉઠવા સાથે પ્રેગ્નન્સીનો શું સંબંધ છે, તેને સમજવા માટે મહિલાઓની સ્લીપિંગ પેટર્નનો અભ્યાસ કરાયો. રિસર્ચ સાથે જોડાયેલા પ્રોફેસર ગેરાલ્ડાઈનના જણાવ્યા મુજબ, એવી મહિલાઓ કે જે વહેલી સવારે ઉઠે છે તેમનામાં સ્મોકિંગ, ઓવરવેટ, ડાયાબિટીઝ અને હ્રદયરોગની આશંકા ઓછી હોય છે. સ્મોકિંગ સિવાય આ સમસ્યાઓ પ્રેગ્નન્સીમાં કેટલાયે પ્રકારની સમસ્યાઓ ઉભી કરે છે. 
 
3.મોડી રાત સુધી જાગતી મહિલાઓની ફિટનેસ સવારે ઉઠતી મહિલાઓની સરખામણીએ નબળી હોય છે. આવી મહિલાઓ રોજબરોજના કામો પુરા કરવા માટે બોડી ક્લોકની વિરુદ્ધ જાય છે જે શરીરની કાર્યપદ્ધતિને અવ્યવસ્થિત કરે છે. એવી મહિલાઓ કે જેઓ માતા બનવા ઈચ્છે છે તેમણે નાઈટ શિફ્ટથી અંતર બનાવવું જોઈએ. 
 
4.રિસર્ચમાં જણાવ્યા મુજબ, એવી મહિલાઓ કે જે મોડી રાત અથવા નાઈટ શિફ્ટ કરે છે તેમની પ્રજનન ક્ષમતા અને માસિકધર્મ અનિયમિત થઇ જાય છે. જે પ્રેગ્નન્સી માટે રિસ્ક ઉભું કરે છે. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી