હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણ હોવાથી તેનો ફેસપેક લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે અને દૂર થાય છે કરચલીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ સિઝનમાં આવતાં ફેરફાર, વાતાવરણ, ધૂળ અને પ્રદૂષણથી ત્વચાને સતત નુકસાન થતું રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખવામાં તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી  અને કાળાશનો શિકાર બનવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમે ઘરમાં સરળતાથી મળી રહેતી હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી સ્કિન અને સૌંદર્ય માટે કરવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણ રહેલાં છે. સાથે જ તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કરચલીઓ થતાં રોકે છે. આયુર્વેદ ડોક્ટર પ્રિયંકા સંપત જણાવી રહ્યાં છે હળદરના કેટલાક ફેસપેક.

હળદરના કેટલાક નેચરલ ફેસપેક


-1 ચમચી હળદરમાં 1 ચમચી ચણાનો લોટ, 1 લીંબુનો રસ અને 2-3 ચમચી દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
-2 ચમચી હળદરમાં 1 ચમચી મધ અને 1 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્કિન પર લગાવો. સ્કિનની ડ્રાયનેસ દૂર થશે અને ગ્લો વધશે.
- 1 ચમચી ઓલિવ ઓઈલમાં 1 ચમચી હળદર પાઉડર મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. આ ઉપાયથી કરચલીઓ દૂર થશે.
-બટાકાના રસમાં હળદર મિક્સ કરીને આંખોની નીચે ડાર્ક સર્કલ પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. ડાર્કનેસ દૂર થવા લાગશે.
-2 ચમચી લોટના ચોકરમાં 1 ચમચી હળદર અને થોડું કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી કોણી પર લગાવો. કોણીની કાળાશ દૂર થશે.
-મલાઈમાં હળદર પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ધોઈ લો. ચહેરો ઝડપથી ગ્લો કરવા લાગશે.
-2 ચમચી હળદરમાં 1 ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. આનાથી ગરદનની કાળાશ દૂર થશે.
- ટામેટાંના રસમાં ગુલાબજળ અને હળદર પાઉડર મિક્સ કરીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે. આ સ્કિનનો ગ્લો વધારવામાં મદદ કરે છે.
-1 ચમચી હળદરમાં 1 ચમચી ચંદન પાઉડર અને 2 ચમચી દહીં મિક્સ કરીને લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે.

44ની ઉંમરમાં પણ મેગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા દેખાઈ એકદમ સ્લિમ અને હોટ, ફિગર મેન્ટેન કરવા ડાયટમાં ખાય છે બાફેલાં શાકભાજી, દાળ અને રોટલી