તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ ત્રિકોણાસન કરવાથી કમરનો દુખાવો, ગેસની સમસ્યા, ઈનડાઈજેશન, એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે દૂરઃ અન્ય ફાયદા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ ત્રિકોણાસન યોગ કરતી વખતે બોડીનો શેપ ત્રિકોણ (Triangle) આકારનો બને છે, એટલે તેને ત્રિકોણાસન કહેવામાં આવે છે. આમ તો દરેક આસન આપણાં શરીર અને સ્વાસ્થ્યને અનેક રીતે લાભ પહોંચાડે જ છે. પણ ત્રિકોણાસન એકદમ સરળ અને અસરકારક છે, જેને બધાં જ કરી શકે છે અને તેના ફાયદાઓ પણ ઘણાં છે. આ આસન રોજ કરવાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. તો જાણો ત્રિકોણાસન કરવાના ફાયદા અને રીત. 

 

ત્રિકોણાસન કરવાની રીત

 

- સીધા ઊભા થઈ જાઓ.

 

- પગની વચ્ચે 2થી 3 ફૂટનો અંતર રાખો.

 

- બંને હાથને સાઇડમાં લઈ જાવ અને જમણા હાથેથી જમણા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.

 

- ડાબા હાથને એકદમ ઉપરની તરફ સીધો રાખો.

 

- થોડી વાર આ પોઝિશનમાં રહી 5-10 શ્વાસોચ્વાસ કરી અને પછી સામાન્ય પોઝિશનમાં આવી જાવ.

 

- આ ક્રિયા બીજા હાથેથી પણ રિપીટ કરો.

 

ત્રિકોણાસનના  ફાયદા

 
- ત્રિકોણાસન કરવાથી હિપ્સ, કમરના મસલ્સ, ચેસ્ટ અને શોલ્ડરની સ્ટ્રેચિંગ થાય છે.


-આ આસન કરવાથી સ્પાઈનની સ્ટ્રેચિંગ થાય છે અને સ્પાઈનની ફ્લેક્સિબિલિટી વધે છે.


-આ આસન કરવાથી જાંઘ અને હિપ્સ મજબૂત બને છે.


-આ આસનથી કમરનો દુખાવો, ગેસની સમસ્યા, ઈનડાઈજેશન, એસિડિટીનો પ્રોબ્લેમ દૂર થાય છે. 


-હાથ અને પગના મસલ્સ સ્ટ્રોન્ગ બને છે. 


-બાળકોની હાઈટ વધારવા માટે પણ આ આસન ઉપયોગી છે.


-આ આસન રોજ કરવાથી સ્ટેમિના, બેલેન્સ, એનર્જી અને ફોકસ વધે છે. 


-આ આસન કરવાથી ફેટ બર્ન થાય છે. 

 

પીરિયડ્સમાં દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા જોઈએ?