બાળકને સ્વસ્થ રાખવા અને તેના સર્વાંગી વિકાસ માટે શું-શું ધ્યાન રાખવું?

Tips to keep the baby healthy and well developed

Divyabhaskar.com

Aug 30, 2018, 12:00 PM IST

હેલ્થ ડેસ્ક: માતાને પ્રેગ્નન્સી રહે ત્યારથી આવનાર બાળક કેવું હશે તેની કલ્પનામાં તે ખોવાઈ જતી હોય છે. પોતાનું બાળક જન્મથી લઇને 18 વર્ષનું થાય ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં તે આગળ રહે તે સ્વપ્ન દરેક માતાને હોય જ. બાળક હંમેશાં સ્વસ્થ રહે અને તેના સર્વાંગી વિકાસ માટેનાં અમુક સૂચનો વિશે ડો. આશિષ ચોક્સી જણાવી રહ્યાં છે.


પ્રથમ છ માસ ફક્ત સ્તનપાન :


બાળકની રોગપ્રતિકારક શક્તિ અને મગજના વિકાસ માટે પ્રથમ છ માસ સુધી ફક્ત સ્તનપાનનો અગત્યનો ફાળો હોય છે.


ચોખ્ખાઈ :


સ્વચ્છ બાળકમાં વાઇરલ, બેક્ટેરિયલ અને ફંગસજન્ય રોગોનું પ્રમાણ નહીંવત્ હોય છે.


રસીકરણ :


પૂરતું રસીકરણ વિવિધ રોગ સામે બાળકની રોગપ્રતિકાર ક્ષમતા વધારે છે. કમળો, ટાઇફોઇડ કે ન્યુમોનિયાની સારવારમાં દિવસો જાય તો બાળકની કારકિર્દી પર પણ અસર પડે છે.


પૂરતું પ્રવાહી :


સંપૂર્ણ વિકાસ માટે બાળક પૂરતું પ્રવાહી લે તેનું ધ્યાન માતાએ રાખવું જોઈએ.


સૂર્યપ્રકાશ :


અઠવાડિયામાં ત્રણ કલાક જેટલું સૂર્યપ્રકાશનું એક્સપોઝર બાળકને જરૂરી વિટામિન ડી પૂરું પાડે છે, જે તેના વિકસતાં હાડકાં ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.


રમતગમત :


બાળકમાં સામાજિક, વ્યક્તિગત અને નૈતિક મૂલ્યોનો વિકાસ રમતગમત દ્વારા થાય છે. દરેક વસ્તુ બાળક રમીને શીખશે.


પ્રોટીનયુક્ત આહાર :


બાળકના સ્નાયુ, મગજનો વિકાસ તેમજ તેની રોગપ્રતિકારક શક્તિના વિકાસ માટે તેના આહારમાં પ્રોટીનનું પ્રમાણ પૂરતું હોવું જરૂરી છે.


ઘરનું વાતાવરણ :


પુખ્તવયે બાળકની વાણી, વર્તન અને સ્વભાવ કેવો હશે તે બાળપણમાં ઘરનું વાતાવરણ કેવું હતું તેના પર અવલંબે છે. માતા-પિતાના હકારાત્મક અભિગમને લીધે બાળકમાં દરેક પડકારને પહોંચી વળવાની ક્ષમતા વધે છે.


પૂરતી ઊંઘ :


બાળકના દરેક અંગને ઊર્જા મળી રહે તેમજ તેનું મગજ ચેતનવંતુ રહે તે માટે તેને પૂરતી ઊંઘ મળે તે જરૂરી છે.


બાળકનો શોખ પૂરો કરવો :


બાળકને તેને ગમતી વસ્તુ, મ્યુઝિક, ફોટોગ્રાફી કે ચિત્રકામ કરવા મળે તો તેની નિષ્ફળતા પચાવવાની ક્ષમતામાં વધારો થાય છે. જરૂર લાગે તો ડોક્ટરની સલાહ મુજબ વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાં. ઉપરોક્ત વસ્તુઓ મળી રહેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થશે.


ગર્ભાવસ્થામાં માતાની સંભાળ


ગર્ભાવસ્થાથી જ બાળકના મગજનો વિકાસ થવા લાગે છે. માતાએ ડોક્ટરની સૂચના મુજબ ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ સાથે પ્રોટીનયુક્ત આહાર લેવો, જે ગર્ભસ્થ શિશુના મગજના વિકાસ માટે જરૂરી છે. માતા જો ગર્ભાવસ્થાથી જ ધ્યાન રાખે તો બાળક સંપૂર્ણ રીતે વિકસિત થઇ શકે છે

Banana Face masks: સ્કિનમાં ગજબનો નિખાર લાવશે કેળા અને બદામના તેલનું કોમ્બિનેશન, માત્ર 15 મિનિટ ચહેરા પર લગાવો

X
Tips to keep the baby healthy and well developed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી