હેલ્ધી વુમન / સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે? સિઝેરિયન ડિલિવરીના 3 મુખ્ય સંભવિત કારણો

three main possible reasons for cesarean delivery

  • ડિલિવરી ગમે તે રીતે થાય, પણ ડોક્ટર્સ માટે જરૂરી એ છે કે પ્રસૂતા અને તેનાં શિશુનાં પ્રાણ સલામત રહેવાં જોઇએ

divyabhaskar.com

Feb 08, 2019, 06:01 PM IST

ડો. સ્મિતા શરદ ઠાકર, હેલ્થ ડેસ્ક: પહેલી ડિલિવરી સિઝેરિયનથી થઈ હોય અને બીજી વખતે ડિલિવરી નોર્મલ રીતે કરાવવી એ વાતનો આધાર જે તે ડિલિવરીની પરિસ્થિતિ પર રહેલો હોય છે. પહેલા સિઝેરિયન થયું હોય તેવી સ્ત્રીને બીજી વાર નોર્મલ ડિલિવરી ક્યારેક થઈ પણ શકે, પણ એનો આધાર બીજી વાર પ્રેગ્નન્સીમાં પરિસ્થિતિ કેવી છે તેના પર રહેલો છે.

* સિઝેરિયન માટે આ ત્રણમાંથી કોઈ પણ કારણ હોઈ શકે:

  1. ક્યારેક એવું પણ બને છે કે પહેલી ડિલિવરી નોર્મલ રીતે થઈ હોય અને બીજી ડિલિવરીમાં ઓપરેશન કરવું પડે. મહિલાની સુવાવડ વખતે જે હાડકાંના ગોળાકાર ઘેરાવામાંથી નવજાત શિશુ પસાર થતું હોય છે તે હાડકાંમાંથી કેલ્શિયમનું પ્રમાણ વધતી ઉંમરના વર્ષોમાં ક્રમશ: ઘટતું જાય છે.
  2. સિઝેરિયન કરવાનું બીજું કારણ એ પણ છે કે, કોઈ પણ સ્ત્રીને પ્રસૂતિની સંખ્યા જેમ જેમ વધતી જાય, તેમ તેમ ગર્ભસ્થ શિશુનું વજન પણ વધતું જાય. એટલે પહેલાં બાળક કરતા પછીના બીજા કે ત્રીજા એમ ક્રમશઃ જન્મતા બાળકનું વજન વધારે હોવાની સંપૂર્ણ શક્યતા રહે છે.
  3. ત્રીજું કારણ જન્મ વખતે કદાચ દીકરો પણ હોઈ શકે. જો એવું હોય તો દીકરાનું માથું દીકરીનાં માથા કરતાં સહેજ વધારે મોટું અને સખ્ત હોઈ શકે.
X
three main possible reasons for cesarean delivery
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી