બ્રીફ ટોક / બીમારીથી બચવા 40 વર્ષની ઉંમર પછી સીબીસી સહિત 4 પ્રકારના ટેસ્ટ જરૂરી

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 08:01 PM
These four tests need to be done after age of 40

હેલ્થ ડેસ્ક: વય વધવાની સાથે શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. એવામાં જરાસરખી બેદરકારી ક્યારેક મોટી બીમારીનું કારણ પણ બની શકે છે. એનાથી બચવા માટે સમયાંતરે જરૂરી ટેસ્ટ કરાવતાં રહેવું જોઇએ. જાણીએ, આ જરૂરી ટેસ્ટ વિશે.


* સીબીસી ટેસ્ટ:
સીબીસી ટેસ્ટ એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ જેના દ્વારા લીવર, હૃદય અને કિડનીની સ્થિતિ વિશે ખ્યાલ આવે છે. આમાં લોહીમાં રહેલાં સેલ્સની તપાસ કરવામાં આવે છે કેમ કે વધારે કે ઓછા સેલ્સને લીધે સમસ્યા થઇ શકે છે.

* થાઇરોઇડ ટેસ્ટ:
થાઇરોઇડ ગ્રંથિ એવાં હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે. થાઇરોઇડ હોર્મોન વધારે ઉત્પન્ન થાય તેને હાઇપરથાઇરોઇડિઝ્મ અને ઓછો ઉત્પન્ન થાય તો હાઇપોથાઇરોડિઝ્મ કહે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.

* સ્ક્રીનિંગ ટેસ્ટ:
પેપ સ્મીઅર ટેસ્ટ સર્વાઇકલ કેન્સરની તપાસ માટે કરવામાં આવે છે. 40-45 વર્ષની વય પછીના જરૂરી ટેસ્ટમાં આનો સમાવેશ થવો જોઇએ. આ ટેસ્ટથી યૂટરસ અને તેની સાથે જોડાયેલી નળીઓના ઇન્ફેક્શન અને સોજાનો ખ્યાલ આવે છે.

* બ્રેસ્ટ એક્ઝામિનેશન:
40ની વય બાદ કેન્સરની શક્યતા રહેવાથી દર બે વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઇએ.

X
These four tests need to be done after age of 40
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App