શિયાળો / રોજ બાજરીના રોટલા ખાવાથી બીપી-હાર્ટ સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળી શકે

These five illness can be cured if Bajri is taken into meal regularly in winters
X
These five illness can be cured if Bajri is taken into meal regularly in winters

divyabhaskar.com

Jan 12, 2019, 04:56 PM IST
હેલ્થ ડેસ્ક: ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ એટલે કે મલ્ટીગ્રેન ખાવાનું ચલણ અત્યારે વધુ છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. બાજરીના રોટલા ન માત્ર પાચનતંત્ર સારું રાખે છે પણ બીપી અને હાર્ટની ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

1. હાર્ટ માટે બેસ્ટ
બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. 
 
2. હાડકાંઓ માટે બેસ્ટ
હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી સારો ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખે છે. શિયાળામાં દરરોજ બાજરી ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી. જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે. 
 
3. એનર્જીનો બેસ્ટ સોર્સ
શિયાળામાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. એવામાં બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી ઊર્જાવાન રહે છે. 
 
4. પાચનતંત્રને બનાવે છે મજબૂત
બાજરીમાં ભરપૂર ફાયબર હોય છે જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા હોવ તો પેટની સમસ્યાઓને બાજરી ખતમ કરી શકે.
 
5. ડાયાબિટીસમાં બેસ્ટ
કેટલાયે રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી