ઉધરસ / 6 ટિપ્સ: રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં આદુનો રસ મિક્સ કરી પીવાથી ઉધરસ દૂર થાય

these 6 tips may be useful to stop coughing at night

divyabhaskar.com

Feb 05, 2019, 05:58 PM IST

હેલ્થ ડેસ્ક: હાલ શિયાળાના અંત સમયમાં જે મુજબ વાતાવરણમાં ઠંડક છે, ઘણાં લોકોમાં શરદી-ઉધરસ અને ગળાની સમસ્યાઓ વધવા લાગી છે. ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ મોટાપાયે વધી છે. તેનાથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંને સ્થિતિમાં હેરાનગતિ થાય છે અને રાતે ઊંઘ આવતી નથી.

  • ઘણાં લોકોને નાકમાં ડ્રાયનેસ વધવાથી પણ ઘણીવાર ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરીને અથવા સ્ટીમ લઈને સૂવો. તેનાથી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.
  • રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. જેથી 2-3 તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.
  • મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપે છે. રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર થાય છે.
  • ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં રાહત મળે છે.
  • સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી.
  • બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા થઈ શકે. તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા રાતે ખાસ ઊંઘતા પહેલા સ્મોકિંગની આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

X
these 6 tips may be useful to stop coughing at night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી