તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંખમાંથી આંસુ નીકળવાથી પણ થાય છે લાભ, આંખો સાફ રહે છે, ભેજ જળવાઈ રહેવાથી આંખોમાં બળતરા થવાની શક્યતા ઘટે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: આપણે દિવસભરમાં કરેલું નાનામાં નાનું કામ પણ શરીરને અસર કરે છે. તમે કેટલા વાગ્યે જમો છો, કેટલા કલાક ઊંઘ લો છો, એટલે સુધી કે શ્વાસ અને તમારા આંખમાંથી નીકળતા આંસુ પણ શરીરને અસર કરે છે. આંસુ આપણાં શરીરની રક્ષણભરી પ્રક્રિયા છે. 

 

આંસુનું સિક્રિશન એટલે સ્રાવ બે પ્રકારનો હોય છે. 

 

બેસિલ સિક્રિશન : આવાં આંસુ આંખોમાંથી બહાર ન આવતાં, પણ આંખમાં રહીને જ ભેજ જાળવી રાખવામાં મદદરૂપ નીવડે છે. 


રિફ્લેક્શન સિક્રિશન : એટલે કે પ્રતિક્રિયાત્મક સ્રાવ. આનું કારણ ભાવનાત્મક પણ હોઈ શકે છે અથવા આંખોમાં કંઈ પડવાથી કે ખૂંચવાથી પણ આંસુ આવે છે. 

 

આંસુ કેમ જરૂરી છે? 

 

તે કોર્નિયાને સાફ રાખે છે. આંસુ ન આવવાથી આંખો શુષ્ક થઈ જાય છે. એથી આંખોમાં દુખાવો, ખૂંચવું, બળતરા સાથે કોર્નિયાની સ્પષ્ટતા પર અસર થાય છે અને દૃષ્ટિને પણ અસર કરે છે. આંસુ લુબ્રિકેટર હોય છે. 


રડવાના લાભ 


આંસુ નજરને સ્પષ્ટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આંખોને સાફ રાખે છે. આંખોમાં ભેજ જળવાઈ રહેવાથી આંખોમાં બળતરા થવાની શક્યતા ઘટે છે. આંસુથી આંખો ડ્રાય થઈ જવાની સમસ્યા નથી થતી, કેમ કે શુષ્કતા દૃષ્ટિને કાયમ માટે દૂર કરી શકે છે. એક શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે જે નવજાત શિશુ સૂતા પહેલાં રડે છે તેની ઊંઘ લાંબી અને સારી હોય છે. 

 

વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા લગાવો ઈંડુ, દહીં, ડુંગળીનો રસ, બટાકાનો રસ, લીંબુ