રિસર્ચ મુજબ રોજ 10 મિનિટ ડાંસ કરવાથી દૂર રહે છે ટેન્શન, વધે છે સ્ટેમિના અને મસલ્સ બને છે સ્ટ્રોન્ગ, સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે ડાંસ થેરાપી

ડાંસ ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળાં થવાની બીમારી) થવાનો ખતરો દૂર કરે છે

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 04:53 PM
The Health Benefits of Dance Therapy

હેલ્થ ડેસ્ક: ડાંસ કરવાથી ન માત્ર ફિટ રહી શકાય છે પણ ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે ડાંસ કરવાથી ફાયદો થાય છે પણ હવે એક રિસર્ચમાં પણ આ વાત જાણવા મળી છે કે ડાંસ કરવાથી સ્ટેમિના વધે છે, સ્ટ્રેસ દૂર થાય છે, મગજ શાંત રહે છે અને કોન્ફિડેન્સ પણ વધે છે.


શું કહે છે રિસર્ચ


ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન યોર્કશાયર ડાંસ અને લીડ્સ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકો કોઈ કોઈને કોઈ આર્ટથી જોડાયેલા હોય છે તેઓ સરળતાથી સ્ટ્રેસ હેન્ડલ કરી શકે છે. 2 વર્ષમાં પૂરી થયેલી આ રિસર્ચમાં 10થી 20 વર્ષના એવા બાળકોને સામેલ કરવામાં આવ્યા જેમને ઘરની જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિસર્ચમાં આવા બાળકોને વીકલી ડાંસ સેશન્સમાં સામેલ કરવામાં આવે છે અને ત્યારબાદ આ લોકોથી એક ઈન્ફોર્મલ ઈન્ટરવ્યૂ અને પેપરની મદદથી કેટલાક સવાલ કરવામાં આવ્યા. જેના જવાબમાં જાણવા મળ્યું કે ડાંસની મદદથી માતા-પિતા, સમાજ અને ટીચર્સ સાથે તેમના વ્યવહારમાં પોઝિટિવિટી જોવા મળી હતી.


પરેશાન લોકોને મળે છે ફાયદા


રિપોર્ટ મુજબ ડાંસ ફિટ રહેવામાં તો મદદ કરે જ છે સાથે તેનાથી વ્યક્તિના સંપૂર્ણ વિકાસમાં પણ મદદ મળે છે. તેનાથી નિર્ણય શક્તિ અને તણાવ સામે લડવાની ક્ષમતા વધે છે.


ડાંસ થેરાપી છે ઘણાં રોગોની દવા


ડાંસ થેરાપીનો ઉપયોગ ડિપ્રેશન, હાર્ટ પ્રોબ્લેમ, જોઈન્ટ પેઈન, ઓસ્ટિયોપોરોસિસ, પાર્કિસન્સ જેવી બીમારીઓના ઈલાજમાં પણ મદદ કરે છે. ડાંસ કરતી વખતે બોડીના મસલ્સનો ઉપયોગ થાય છે. આ દરમ્યાન બોડીના જોઈન્ટ્સને કોઈ નુકસાન પહોંડ્યા વિના મસલ્સને સ્ટ્રોન્ગ અને એક્ટિવ બનાવવામાં મદદ મળે છે. 10 મિનિટ ડાંસ કરવાથી ન માત્ર ટેન્શન દૂર થાય છે પણ તમે ડિપ્રેશનમાંથી પણ બહાર આવી શકો છો.


ડાંસની ખાસિયતો


-ડાંસને એક થેરાપી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ન માત્ર મગજ એક્ટિવ થાય છે પણ મગજના સ્નાયુઓ પણ ખુલે છે.
-ડાંસ થેરાપીને રૂટીનમાં સામેલ કરવાથી હેલ્ધી રહી શકાય છે અને સાથે જ મૂડ સારો રહે છે.
-ડાંસ ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળાં થવાની બીમારી) થવાનો ખતરો દૂર કરે છે.
-ડાંસ હોર્મોન્સને કંટ્રોલ કરે છે સાથે જ હાડકાંઓમાં કેલ્શિયમની યોગ્ય માત્રા બરકરાર રાખવામાં મદદ કરે છે.
-રોજ ડાંસ કરવાથી તમે 150થી 50 સુધી કેલરી બર્ન કરી શકો છો. વજન ઘટાડવા માટે ઝુમ્બા ડાંસ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

ચહેરા કરતાં ગરદન કાળી દેખાતી હોય તો ઘરે જ ઉપલબ્ધ વસ્તુઓથી સ્ટીમિંગ, એક્સફોલિએટિંગ અને વાઈટનિંગના 3 સ્ટેપથી બનાવો ગોરી અને ક્લિન

X
The Health Benefits of Dance Therapy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App