કોન્ફરન્સ / ગ્લુટેન એલર્જીમાં ઘઉં, રાઈનું સેવન બંધ ન થાય તો આંતરડાના કેન્સરનો ખતરો

stop using gluten allergy products such as wheat mustard to prevent intestine cancer

divyabhaskar.com

Feb 04, 2019, 05:27 PM IST

હેલ્થ ડેસ્કઃ ભોપાલ એમ્સના પેથોલોજી વિભાગ દ્વારા 24મી ઇન્ટરનેશનલ સીએમઈનું આયોજન કરાયું. જુદા-જુદા દેશોથી આવેલા ડોક્ટર્સે એકબીજાને આપેલા દર્દીના સેમ્પલના આધારે તેના તપાસ રિપોર્ટ ઉપર પણ ચર્ચા કરી.

રોટલી ખાધા પછી પેટમાં દુઃખાવો થાય તો સિલિએક ડિસીઝ હોઈ શકે છે
ગ્લુટેન સેંસિટિવ એટલે કે સિલિએક ડિસીઝના દર્દીઓને ઘઉં, જવ અને રાઈથી એલર્જી થાય છે. જે લોકો એલર્જી છતાં આ અનાજનું સેવન બંધ કરતા નથી, તેમને આંતરડાનું કેન્સર થઇ શકે છે. રોટલી અથવા એવા અનાજ ખાવાથી પેટમાં દુઃખાવો થવા લાગે છે. વારંવાર ડાયેરિયા અને વજન પણ ઓછું થઇ જાય છે. - ડો. એએન ઝાલા, ટેમ્પલ યુનિવર્સીટી, યુએસએ

* ચેલેન્જ: આ એલર્જીની ઓળખ કરવી મોટી ચેલેન્જ છે કારણકે મોટાભાગના દર્દીઓ પોતાના સિમટમ્સ સાચી રીતે જણાવતા નથી, જોકે તેના સિમટમ્સ બાળપણમાં જ દેખાઈ આવે છે.
દેશમાં 70 લાખ પીડિત: દેશમાં આ બીમારી ઘણી સામાન્ય છે. અહીં લગભગ 70 લાખ લોકો આ બીમરીથી પીડિત છે.
* ઉપાય: એલર્જીવાળા અનાજનું સેવન બંધ થાય તે એકમાત્ર ઉપાય છે.


યૂરિનમાં બ્લડ આવે તો કિડનીનું કેન્સર થઇ શકે છે
યૂરિનમાં બ્લડ આવવું કેન્સરની નિશાની છે. પેટની સાઈડમાં દર્દ થવું કે ગાંઠ બનવી પણ કિડનીના કેન્સરના લક્ષણ છે. આ સ્થતિમાં તરત તપાસ કરવી જરૂરી છે. કિડની કેન્સરના 70 ટકા દર્દી ક્લીયર સેલ કાર્સીનોમાના હોય છે. તેની કિમોથેરાપીમાં ખુબ જ મોટાપાયે સાવધાની રાખવી પડે છે. કિડની કેન્સરની ઓળખમાં સૌથી મુખ્ય ભૂમિકા પેથોલોજીસ્ટની હોય છે. - ડો. આશિષ ચંદ્રા, સેંટ થોમસ હોસ્પિટલ, લંડન

પેટના ઇન્ફેક્શનને અવગણવું નહીં
પેટમાં દુઃખાવો, બળતરા, સ્ટૂલમાં લોહી આવવું ગૈસ્ટ્રિક કેન્સરના લક્ષણ છે. મોટાભાગના લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી. પેટનો દુઃખાવો અલ્સરમાં અને અલ્સર કેન્સરમાં ફેરવાઈ જાય છે. સમય રહેતા ઓળખી શકાય તો તેની સારવાર સંભવ છે. - ડો. જયંત શેટ્ટી, સ્વીડન

X
stop using gluten allergy products such as wheat mustard to prevent intestine cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી