Home » Lifestyle » Health » Sleeping more than 8 hours a night could increase risk of death: study

રિસર્ચ મુજબ 10 કલાક કે તેનાથી વધુ સૂતા લોકોમાં હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકથી મોત થવાનું જોખમ વધુ હોય છે, 7થી 8 કલાક સૂતા લોકોમાં જોખમ ઓછું

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 11:08 AM

સંશોધનમાં જાણવા મળ્યું કે વધુ સૂવાથી હાર્ટ સંબંધી બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

  • Sleeping more than 8 hours a night could increase risk of death: study

    હેલ્થ ડેસ્ક: જો તમને પણ 9-10 કલાક સુધી ઊંઘી રહેવાની ટેવ હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો બહુ વધારે સૂવે છે તેમનું મોત થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. સંશોધકો મુજબ જે લોકો રાતે 8 કલાકથી વધુ સૂવે છે એવા લોકો પર 7 કલાક સૂવાવાળા લોકોની તુલનામાં ખતરો વધુ હોય છે.


    33 લાખથી વધુ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું


    હાફિંગટન પોસ્ટ યૂકે મુજબ આ સંશોધન દુનિયાભરમાંથી 33 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું કે વધુ સૂવાથી હાર્ટ સંબંધી બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.


    જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં છપાયેલા સંશોધન પ્રમાણે, વધુ કલાકો સુધી સૂવાથી લોકો ઓછાં એક્ટિવ રહે છે, કસરત કરવાનો સમય ફાળવી શકતા નથી જેના કારણે તેમને હાર્ટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો પણ વધી જાય છે.


    રોજ 7થી 8 કલાક સૂતા લોકોમાં બીમારીઓનું જોખમ ઓછું


    સંશોધનમાં આ વાત પણ જાણવા મળી કે જે લોકો રોજ 7થી 8 કલાક સૂવે છે એવા લોકોને આ પ્રકારની બીમારીઓ થવાનો ખતરો ઓછો હોય છે. જોકે આ પણ જાણવા મળ્યું છે કે જે લોકોને ઓછી ઊંઘ આવે છે એવા લોકોમાં પણ બીમારીઓનો ખતરો ધીરે-ધીરે વધે છે, પણ તે એટલું ગંભીર નથી હોતું.


    11 કલાક સૂતાં લોકોના મૃત્યુદરમાં 47 ટકાનો વધારો


    સંશોધન પ્રમાણે, જે લોકો રાતે 9 કલાક સૂવે છે એવા લોકોના મૃત્યુદરમાં 14 ટકાનો વધારો થયો છે જ્યારે 10 કલાક સૂતાં લોકોમાં 30 ટકા અને 11 કલાક સૂતાં લોકોમાં 47 ટકા મૃત્યુદર રહ્યું છે. ઉપરાંત જે લોકો 10 કલાક અથવા તેનાથી વધારે સૂવે છે એવા લોકોમાં સ્ટ્રોકથી મરવાનું જોખમ 56 ટકા સુધી વધી જાય છે અને હાર્ટ સંબંધી બીમારીઓથી મરવાનું જોખમ પણ 49 ટકા સુધી વધી જાય છે.

    ભારતમાં પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી પ્રભાવિત છે દર 5માંથી 1 મહિલા, આ સમસ્યાથી બચવા પીરિયડ્સ સાઈકલ પર આપો ધ્યાન, સ્ટ્રેસથી બચો અને રોજ અળસી ખાઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending