તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ ઓછું કરવાની ટિપ્સઃ ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, ડાયટમાં વરિયાળીનું પાણી અને દૂધીનો રસ કરો સામેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: પેટની ચરબીથી પરેશાન હો તો તેને ઓછી કરવા માટે કેટલીક એવી વસ્તુઓ ડેઈલી ડાયટમાં લેવી જોઈએ જે પેટ ઓછું કરવામાં મદદ કરી શકે છે, સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે. તેનાથી મહિનામાં જ ટમી ઓછું થવા લાગે છે. તો આજે અમે તમને પેટની ચરબી ઓછી કરવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું.

 

ટમી ઓછું કરવા શું ધ્યાન રાખવું?

 

-ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ અથવા ફ્રૂટ્સ ખાઓ.


-બોડીમાં પાણીની કમી થવા ન દો.


- ભોજન ધીરે-ધીરે અને ચાવીને ખાઓ.


- રાતે લાઈટ ફૂડ જેમ કે ખિચડી, ઓટ્સ, દળિયા ખાઓ.


- ભોજન કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો, ટીવી જોવી નહીં.


- બોડીમાં કફ વધવાથી વજન વધી શકે છે, જેથી કફ વધારનાર વસ્તુઓ ખાવાનું અવોઈડ કરો. 


- સપ્તાહમાં ઓછાંમાં ઓછું 5વાર એક્સરસાઈઝ અવશ્ય કરો. 

 

કેટલાક ઉપાય

 

વરિયાળીનું પાણી


વરિયાળીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયબર હોય છે. રોજ જમીને વરિયાળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય પેટ ઓછું કરવા માટે તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. તેના માટે 2 ચમચી વરિયાળીને રાતે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

 

દૂધીનો રસ


દૂધીમાં ફાયબર્સ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વજન ઉતરે છે અને પેટ ઓછું થાય છે. 1 કપ દૂધીના રસમાં કાળા મરીનો પાઉડર અને સંચળ નાખીને પીવો.


પપૈયું

 

પપૈયામાં પોટેશિયમ અને પપાઈન હોય છે. તેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે. રોજ પપૈયું ખાઓ અથવા તેનો શેક પીવો.

 

ઈંડા


ઈંડામાં રહેલાં પ્રોટીનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટે છે. તેને બાફીને ખાવાથી જલ્દીથી વજન અને પેટ ઓછું થાય છે.

 

મહિલાઓને 5 તકલીફોથી બચાવે છે કસૂરી મેથી, મોસમમાં બદલાવથી થતી બીમારી, લોહીની કમી જેવી સમસ્યા કરે છે દૂર