ડેઈલી લાઈફમાં ચહેરાની સ્કિનને હેલ્ધી અને ગોરી રાખવા ચહેરા પર લગાવો ટામેટાંનો રસ, હળદર, મધ જેવી નેચરલ વસ્તુઓ

ટામેટાંમાં રહેલું લાઈકોપિન ટેનિંગ દૂર કરે છે અને ડેડ સેલ્સ હટાવે છે

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 03:56 PM
Simple Home Remedies For Fair Skin

હેલ્થ ડેસ્ક: ઉંમર વધવાની સાથે હોર્મોનલ ચેન્જિસ, ન્યૂટ્રિશનની કમી, તડકાની અસર, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જેવા ઘણાં કારણોથી સ્કિનના ટેક્સચર અને ફેરનેસ પર ખરાબ અસર પડે છે. જોકે ફેરનેસ માટે બજારમાં અઢળક પ્રોડક્ટ્સ મળે છે પણ તેમાં રહેલાં સ્ટ્રોન્ગ કેમિકલ્સ સ્કિનને ખરાબ કરી દે છે. જેથી આજે અમે તમને ફેરનેસ અને હેલ્ધી સ્કિન મેળવવા કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવીશું. જેને ઘરે જ કરવાથી અને રોજ ફોલો કરવાથી તમે ગોરી અને હેલ્ધી સ્કિન મેળવી શકો છો. આ ઉપાયો વિશે જણાવી રહ્યાં છે આયુર્વેદિક નિષ્ણાંત ડો. પ્રિયંકા સંપત.

ટામેટાં


ટામેટાંમાં રહેલું લાઈકોપિન ટેનિંગ દૂર કરે છે અને ડેડ સેલ્સ હટાવે છે. તેનાથી સ્કિન ફેર અને હેલ્ધી રહે છે.


શું કરવું


એક ટામેટાંનો રસ કાઢી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઈ લો.

પપૈયું


પપૈયામાં વિટામિન સી, એ અને એન્ઝાઈમ્સ હોય છે. જે સ્કિનને ફેર બનાવે છે. સાથે જ નવા સ્કિન સેલ્સ બનાવવામાં મદદ કરે છે.


શું કરવું


2 ચમચી પપૈયાની પેસ્ટમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. ચહેરો ભીનો કરીને પેસ્ટ લગાવો. 30 મિનિટ બાદ ધોઈ લો.

હળદર

હળદરમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ટેનિંગની અસરને દૂર કરે છે અને સ્કિનમાં નિખાર લાવે છે.


શું કરવું


એક નાની ચમચી હળદર પાઉડરમાં એક મોટી ચમચી મધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. 30 મિનિટ બાદ ધોઈ લો


મધ


મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેનાથી સ્કિન ફેર અને સોફ્ટ બને છે.


શું કરવું


અડધી ચમચી મધમાં ચપટી તજનો પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાય ગયા બાદ ધોઈ લો.


ઓરેન્જ


ઓરેન્જમાં સિટ્રિક એસિડ અને વિટામિન સી હોય છે. જે સ્કિનને બ્લીચ કરે છે અને રંગ ગોરો બનાવે છે.


શું કરવું

ઓરેન્જની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી એક ચમચી પાઉડરમાં દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવો. ચહેરા અને ગરદન પર લગાવો. સૂકાય ગયા બાદ ધોઈ લો.

દૂધમાં તુલસીના 3-4 પાન નાખીને પીવાથી સ્ટ્રેસ, અસ્થમા, કિડની સ્ટોન જેવી સમસ્યા થાય છે દૂર

X
Simple Home Remedies For Fair Skin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App