પીડિયાટ્રિશિયન ડો. મુજબ બાળકને તાવ સાથે ઊલટી, થાક, ભૂખ ન લાગવી જેવા સંકેત દેખાય તો ગંભીર જોખમોનો ખતરો રહે છે

Side effects of viral fever in children

Divyabhaskar.com

Aug 29, 2018, 04:20 PM IST

હેલ્થ ડેસ્ક: અત્યાર સુધી તો બાળકોમાં વાઇરલ ઇન્ફેક્શનથી માત્ર સામાન્ય તાવ જ આવતો હોય છે, પરંતુ હમણાંથી તો વાઇરલને લીધે હાથ-પગ તથા મોઢાના રોગ પણ થવા લાગ્યા છે. આ રોગ વિશે લોકો જાગૃત નથી. આ પ્રકારની બીમારીઓ માટે કોમ્સેકી 16, એન્ટોવાઇરસ 71 તથા બીજા એન્વોવોયરસ જેવા ફેક્ટર્સ પણ જવાબદાર છે. પાંચ વર્ષથી નાનાં બાળકોમાં આ પ્રકારની બીમારીનું પ્રમાણ વધારે છે. જે બાળકો નર્સરી અથવા કિંડર ગાર્ડનમાં જાય છે તેમનામાં વિશેષ રીતે આ પ્રકારની બીમારી જોવા મળે છે. આવી બીમારીથી પીડાતાં બાળકોમાં શરૂઆતના બે-ત્રણ દિવસ તાવ આવે છે. સાથે જ ઊલટી, થાક, ભૂખ ન લાગવી અને ચીડિયાપણું વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી ચાંદાં તથા ચકામાં પડવાની શરૂઆત થાય છે. આ ચકામાં મુખ્યત્વે હથેળી, પગના તળિયે, કૂલા પર તેમજ હોઠ ઉપર જોવા મળે છે. સાથે જ મોઢામાં પણ ચાંદાં પડી જાય છે. સામાન્ય રીતે આ બીમારી 7થી 10 દિવસમાં આપમેળે જ મટી જાય છે. પીડિયાટ્રિશિયન ડો. જયકિશન મિત્તલ જણાવી રહ્યાં છે બાળકોને થતી આ બીમારી વિશે.

ટ્રીટમેન્ટ :


આ બીમારીના ઇલાજમાં તાવ અને દર્દ ઓછું કરવાની દવાઓ આપવામાં આવે છે. ઘણી વખત મોઢાનાં ચાંદાં અસહ્ય પીડાદાયક હોય છે. બાળકો ખાવાપીવાનું અને લાળ ગળવાનું પણ છોડી દે છે. આવી પરિસ્થિતિમાં બાળકોને એડમિટ કરવાં પડે છે તથા ગ્લુકોઝ પણ ચડાવવો પડે છે.

શું સાવધાની રાખવી? :

બાળકોને સાબુથી હાથ ધોવડાવવા. આ બીમારીથી પીડાતાં બાળકોનાં વાસણો બીજા ઉપયોગમાં ન લેવાં. સ્કૂલમાં આ રોગથી પીડાતાં બાળકોને થોડા દિવસ રજા આપવી જોઈએ. સ્કૂલમાં ભીડભાડ પણ આ બીમારીનું કારણ છે.

અડવાથી અને ખાંસવાથી આ બીમારી ફેલાય છે


શરૂઆતમાં આ બીમારીનો ઇલાજ ન કરાવવાથી મુશ્કેલીઓ વધી શકે છે. તેનાથી મગજનો તાવ અને લકવાની અસર પણ થઈ શકે છે. આ બીમારી બાળકોમાં ઝડપથી ફેલાય છે. અડવાથી અને ખાંસવાથી આ બીમારીનો ફેલાવો થાય છે. તેથી સ્કૂલમાં ઝડપથી આ બીમારી ફેલાય છે. અત્યારના સમયમાં આ બીમારીના કેસ સૌથી વધારે જોવા મળે છે તેનું આ કારણ છે. જ્યારે હાથ-પગ તથા મોઢાના રોગ જાતે જ મટી જાય છે.

સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

X
Side effects of viral fever in children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી