લાલ અને ડાર્ક રંગની લિપસ્ટિકમાં હોય છે વધુ કેમિકલ્સ, વારંવાર લિપસ્ટિક લગાવવાથી મહિલાઓના સ્વાસ્થ્યને થાય છે નુકસાનઃ રિસર્ચ

લિપસ્ટિક લગાવ્યા બાદ હોઠને વારંવાર ચાટવા, ટચ કરવા કે પછી લાંબા સમય સુધી ટકે એવી લિપસ્ટિક લગાવવી નહીં

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 02:38 PM
Side Effects Of Lipstick Every Woman Must Know

હેલ્થ ડેસ્ક: ભાગ્યે જ એવી કોઈ મહિલા હશે જેને લિપસ્ટિક લગાવવી પસંદ નહીં હોય. પણ જ્યારે લિપસ્ટિક મોંની અંદર જાય ત્યારે તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જી હાં, એક રિપોર્ટ અનુસાર, મોટાભાગની મહિલાઓ રોજ દિવસમાં ઘણીવાર લિપસ્ટિક લગાવે છે. લિપસ્ટિકથી મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ તો લાગે જ છે પણ તે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે, તેના વિશે મહિલાઓ જાણતી નહીં હોય.

લિપસ્ટિક કેમ છે નુકસાનકારક?

લિપસ્ટિકમાં લેડ હોય છે. જે એક ન્યૂરોટોક્સિન છે અને તેના કારણે લર્નિંગ અને લેંગ્વેજ સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. જોકે, બધી જ લિપસ્ટિકમાં લેડ હોતું નથી, પણ સાથે જ કોઈપણ લિપસ્ટિક બ્રાન્ડ તેની લિપસ્ટિકના ઈન્ગ્રીડિયન્ટ્સમાં લેડ હોય છે કે નહીં તેના વિશે જણાવતું નથી. સૌથી અગત્યની વાત તો એ છે કે લિપસ્ટિક આપણાં શરીરનો એવો અંગ છે જ્યાં કંઈપણ અપ્લાય કરવાથી તે સીધું શરીરમાં જાય છે અને લિપસ્ટિકમાં રહેલું લેડ પણ એબ્સોર્બ થઈ શકે છે.

લાલ અને ડાર્ક રંગની લિપસ્ટિકથી દૂર રહેવું

યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર, જ્યારે એક મહિલા લિપસ્ટિક લગાડે છે અને પછી તેને દિવસમાં 2થી 14વાર અપ્લાય કરે છે તો દિવસમાં ઓછામાં ઓછી 87 મિલીગ્રામ લિપસ્ટિક તે એબ્સોર્બ કરે છે.

કોસ્મેટિક ફિઝિશિયન ડો. રશ્મિ શેટ્ટી અનુસાર, 'જો કોઈ મહિલા રોજ વારંવાર લિપસ્ટિક લગાવતી હોય તો તેને સાવધાન થઈ જવાની જરૂર છે. એમાંય લાલ અને ડાર્ક રંગની લિપસ્ટિકમાં કેમિકલ્સ વધુ હોય છે, તેનાથી બચવું જોઈએ. લિપસ્ટિક લગાવ્યા બાદ હોઠને વારંવાર ચાટવા, ટચ કરવા કે પછી લાંબા સમય સુધી ટકે એવી લિપસ્ટિક લગાવવાથી બહુ જ નુકસાન થાય છે'.

બચવા શું કરવું?

ઘણી લિપસ્ટિકમાં લેડ સહિત અન્ય કેમિકલ્સ વધુ માત્રામાં નથી હોતા, જેથી જો તે મોંમાં જતી પણ રહે તો તેનાથી ખાસ કોઈ ગંભીર નુકસાન થતું નથી. તેમ છતાં સલાહ આપવામાં આવે છે કે લિપસ્ટિક અને અન્ય કોસ્મેટિક પ્રોડક્ટ્સથી બાળકોને દૂર રાખવા, કારણ કે ઘણીવાર વધુ કેમિકલ્સવાળા પ્રોડક્ટ્સ સખત નુકસાન પણ પહોંચાડી શકે છે. લિપસ્ટિકના નુકસાનથી બચવા તેને લગાવતા પહેલાં હોઠ પર કોઈ બેઝ લગાવો અને આખો દિવસ વારંવાર લિપસ્ટિક લગાવવાની આદતને બદલી દેવી.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Side Effects Of Lipstick Every Woman Must Know
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App