અમેરિકા / ઇમ્પ્લાન્ટેડ ડિવાઇસ હૃદયના ધબકારાથી રિચાર્જ થશે, વૈજ્ઞાનિકોએ બનાવી સિક્કાના આકારની કિટ

divyabhaskar.com | Updated - Feb 13, 2019, 06:47 PM
Self charging pacemakers are powered by patients heartbeats

હેલ્થ ડેસ્ક: શરીરમાં પેસમેકર ઇમ્પ્લાન્ટ લગાવ્યા પછી દર 5-10 વર્ષમાં બેટરી બદલવાની સર્જરીથી હવે બચી શકાશે. અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવી કીટ બનાવી છે જે હૃદયના ધબકારાથી વીજળી બનાવીને ઇમ્પ્લાન્ટને ઉર્જા આપે છે. તેમાં લાગેલી કીટ હૃદયના ધબકારાથી નીકળતી ગતિ ઉર્જાને વીજળીમાં બદલશે, જેથી ઇમ્પ્લાન્ટેડ ડિવાઇસ રિચાર્જ થાય.

પ્રાણીઓ પર થયેલો પ્રયોગ સફળ રહ્યો

  • અમેરિકાના ડાર્થમાઉથ કોલેજના વૈજ્ઞાનિકોએ સિક્કાના આકારની કીટનું ઇનોવેશન કર્યું છે જે ગતિ ઉર્જાને વીજળીમાં બદલવાનું કામ કરે છે. આ માટે હાલનું ડિવાઇસ (પેસમેકર ઇમ્પ્લાન્ટ)માં પોલિમર પીઝોઇલેક્ટ્રિક ફિલ્મના પાતળા ટુકડાને જોડવા પડશે. આ કીટ તેને રિચાર્જ કરતી રહેશે. તેની મદદથી દર્દીના સ્વાસ્થ્ય ઉપર પણ નજર રાખી શકાશે.
  • શોધકર્તા લિન ડોંગ મુજબ, કીટ ઘણી હળવી અને લચીલી છે. તેને ઇમ્પ્લાન્ટ સાથે સરળતાથી ફિટ કરી શકાય છે. ખાસ વાત એ છે કે ડિવાઇસ શરીરની સામાન્ય કાર્યશૈલી પર અસર કરતુ નથી. ટીમે જાનવરો પર તેનું સફળ પરીક્ષણ કર્યું છે. લિન ડોંગનું કહેવું છે કે આશા છે કે જલ્દી જ સેલ્ફ રિચાર્જિં પેસમેકર માર્કેટમાં ઉપલબ્ધ થશે.

X
Self charging pacemakers are powered by patients heartbeats
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App