મેદસ્વી લોકોના શરીરમાં એડનોવાયરસ-36 વારયસ હોવાથી વધે છે વજન, તેના માટે જલ્દી આવી શકે છે મેદસ્વિતા ઘટાડવાની રસી

એડનોવાયરસ-36 વારયસને કારણે ફેટ સેલ્સ શરીરમાં જમા થાય છે અને મેદસ્વિતા વધે છે

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 04:06 PM
Scientists find A vaccine to reduce weight

હેલ્થ ડેસ્ક: ટૂંક સમસયામાં મેદસ્વિતા ઘટાડવા માટેનું વેક્સીન (રસી) વિકસિત થઈ શકે છે. જી હાં, આવું એટલે સંભવ થઈ શકશે કારણ કે વૈજ્ઞાનિકોએ મેદસ્વિતા અને સંક્રામક રોગ ફેલાવતા વાયરસની વચ્ચે સંબંધ શોધી કાઢ્યો છે.


મેદસ્વી લોકોમાં જોવા મળે છે આ વાયરસ


વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું જેના પરિણામ મુજબ એવા લોકો જેમનું વજન સામાન્ય અથવા હેલ્ધી હોય છે તેમની તુલનામાં મેદસ્વી લોકોના શરીરમાં એડનોવાયરસ-36 (adenovirus) 4 ગણું વધારે જોવા મળે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલાં રિસર્ચમાં જાણવા મળ્યું કે આ વાયરસ શરીરમાં 15 ટકા સુધી વજન વધારવા માટે જવાબદાર છે.


વાયરસની બે રીતે શરીર પર થાય છે અસર


એડનોવાયરસ-36 વાયરસ શરીરમાં 2 રીતે અસર કરે છે. આ વાયરસ ફેટ સેલ્સમાં ઉત્તેજના પેદા કરે છે જેના કારણે તેમાં બળતરા અને સોજાની સમસ્યા પણ વધે છે. ઉપરાંત આ વાયરસ આ સેલ્સને ખતમ થતાં અને શરીરમાંથી બહાર નીકળતાં પણ રોકે છે. જેના કારણે ફેટ સેલ્સ શરીરમાં જમા થાય છે અને મેદસ્વિતા વધે છે.


11 ટકા મેદસ્વી લોકોમાં આ વાયરસ જોવા મળ્યો


આ રિસર્ચમાં લગભગ મેદસ્વિતાથી પરેશાન 30 ટકા લોકો આ વાયરસથી ઈન્ફેક્ટેડ જોવા મળ્યાં અને તેમાંથી 11 ટકા લોકોમાં એડનોવાયરસ-36 (adenovirus) 4 વાયરસ જોવા મળ્યો. આ વાયરસનો સામાન્ય રીતે કોલ્ડ, આઈ ઈન્ફેક્શન અને પેટ સંબંધી ઈન્ફેક્શન સાથે સંબંધ છે. એડનોવાયરસ-36 (adenovirus) 4 જેવા એક અન્ય વાયરસ વિશે પણ સાબિત થઈ ચૂક્યું છે કે આ ઉંદરો અને વાંદરાઓનું વજન વધારવા માટે જવાબદાર છે.


રસી બનાવવી સંભવ હોઈ શકે છે


યૂનિવર્સિટી ઓફ મેસ્ચ્યુસિટ્સના ડો. વિલ્મોર વેબ્લે કહે છે કે શ્વસન રોગો ફેલાવવા માટે જવાબદાર adenovirus માટે રસીનો ઉપયોગ કરીને, યુ.એસ. આર્મી પહેલેથી જ તેનો ઉપયોગ કરી રહી છે, જે આ વાતનો પુરાવો છે કે મેદસ્વિતા ફેલાવતા આ વાયરસ માટે પણ વેક્સીન વિકસિત થઈ શકે છે.

રિસર્ચ મુજબ 10 કલાક કે તેનાથી વધુ સૂતા લોકોમાં હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકથી મોત થવાનું જોખમ વધુ હોય છે, 7થી 8 કલાક સૂતા લોકોમાં જોખમ ઓછું

X
Scientists find A vaccine to reduce weight
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App