ભોજનમાં ફાયબરનો અભાવ , કેટલીક દવાઓનું સેવન કરવાથી થાય છે કબજિયતા, તેને દૂર કરવા ખાઓ ત્રિફળા અને અંજીર

Reasons and remedies for Constipation

Divyabhaskar.com

Aug 25, 2018, 03:31 PM IST

હેલ્થ ડેસ્કઃ સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને હળવાશ અનુભવો છો. જો કે, આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. તો જાણી લો કબજિયાત થવાના કારણે અને ઉપાય.

કબજીયાત થવાના કારણો-

1. ભોજનમાં ફાયબરનો અભાવ

2. શરીરમાં પાણીની અછત

3. ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ન કરવી

4. કેટલીક દવાઓનું સેવન કરવું

5. મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર
, થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું

7. કેલ્શિયમ અને પોટેશિયમની અછત

8. ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ


9. ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી

10. યોગ્ય સમયે ભોજન ન લેવાથી

કબજીયાત માટે ઉપાયો


અળસીના બી-

અળસીના બીમાં ફાયબરની માત્રા વધારે હોય છે. આથી આ બી કબજીયાત જેવી બિમારીમાં રાહત આપે છે. સારા રિઝલ્ટ માટે અળસીના બી તમે સવારમાં કોર્નફ્લેક્સ સાથે ભેળવીને લઈ શકો છો અથવા તો 2-3 ચમચી અળસીના બી તમે ગરમ પાણીની સાથે સવારમાં ખાય શકો છો. ફાયબર તમારા ડાયેટમાં ચોક્કસથી હોવા જોઈએ. આનાથી તમે કબજીયાત જેવી મુશ્કેલીઓથી દૂર રહી શકો છો. અળસીના બી કબજીયાતની સાથે-સાથે ડાયાબિટિસ, હ્રદય રોગ, સ્થૂળતા અને કેન્સર જેવા ખતરા સામે પણ તમને મદદરૂપ થઈ શકે છે.


અંજીર-

અંજીર પાકેલું હોય કે સૂકું, જુલાબ માટે ઉત્તમ ઔષધી તરીકે કામ કરે છે કારણ કે, તેમાં ફાયબરની માત્રા વધારે હોય છે. કબજીયાતથી રાહત મેળવવા માટે એક ગ્લાસ દૂધમાં 2 અંજીરના ટુકડાં ઉમેરીને તેને ઉકાળો અને આ દૂધને રાતે સૂતા પહેલા પી લો. એ વાતનું ધ્યાન રાખવું કે, દૂધ ગરમ જ પીવું.. જેથી તમે આ આડઅસર વિનાના નેચરલ ઉપાય વડે ફાયબર મેળવી શકો છો અને ફાયબરની મદદથી તમને કબજિયાતની સમસ્યામાં ઝડપથી રાહત મળશે.

ત્રિફળા પાઉડર-


ત્રિફળા પાઉડર આંબળા, હરડે અને બહેડા જેવી ઔષધિઓના ચૂર્ણમાંથી બને છે. આના સેવનથી પાચન ક્રિયા સંતુલિત રહે છે અને કબજીયાત જેવી પરેશાનીઓમાંથી રાહત મળે છે. તમે એક નાની ચમચી ત્રિફળા પાઉડરને હૂંફાળા પાણીમાં ભેળવીને લઈ શકો છો. આ મિશ્રણને રાતે સૂતા પહેલા અથવા તો સવારે ખાલી પેટે લેવાથી કબજીયાતમાં તરત જ રાહત મળે છે. આ ચૂર્ણ સપૂંર્ણ રીતે ઔષધિઓમાંથી બનેલું હોય છે, આથી તે એન્ટિબાયોટિક દવાઓ કરતા વધારે સારૂં ગણાય છે. આ સિવાય રાત્રે સૂતી વખતે એકથી દોઢ ચમચી ત્રિફળા ચૂર્ણ દૂધ સાથે લેવાથી મળ પ્રવૃત્તિ સાફ આવે છે. લાંબા સમયની સખત કબજિયાતમાં ત્રિફળા ચૂર્ણનું હંમેશાં સેવન કરવું જોઈએ.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Reasons and remedies for Constipation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી