Weight Loss Tips: આ સરળ ઉપાયથી ઝડપથી ઘટાડી શકો છો વજન, એકવાર કરી જુઓ ટ્રાય

Divyabhaskar.com

Dec 05, 2018, 01:51 PM IST
quick weight loss tips for everyone

હેલ્થ ડેસ્ક: વેસ લોસ કરવા માટે ડાયટ અને એક્સરસાઈઝ બંને બહુ જ મહત્વપૂર્ણ છે. 25 ટકા એક્સરસાઈઝ અને 75 ટકા ડાયટ ફોલો કરીને કોઈપણ વજન ઉતારી શકે છે. પણ ડાયટ પર વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે. તેના માટે કેટલાક નિયમોને ફોલો કરવા બહુ જ જરૂરી છે. માત્ર ડાયટમાં ફેરફાર લાવીને જ ઘણું વજન ઉતારી શકાય છે.


સવારે આટલું કરો


સવારે સૌથી પહેલાં વહેલાં ઉઠવાનું શરૂ કરો. ઉઠો એટલે બ્રશ કરીને 2 ગ્લાસ નવશેકું પાણી પીવો અને અડધો કપ સંતરાના જ્યૂસમાં 1 ચમચી ઈસબગુલ મિક્સ કરીને પીવો. પછી એક્સરસાઈઝ કરો અથવા વોક પર જાઓ. શરૂઆતમાં ભલે તમે એક્સરસાઈઝ ઓછી કરો પણ પછી તેનો સમય વધારી દો. એક્સરસાઈઝ પહેલાં વાર્મઅપ પણ અવશ્ય કરવું. એક્સરસાઈઝ કરીને આવ્યા બાદ એક કપ ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આ સિવાય ચિયા સીડ્સને સહેજ શેકીને તેને પીસીને દૂધ અથવા દહીંમાં મિક્સ કરીને પણ લઈ શકો છો. આનાથી પણ ફટાફટ વજન ઉતરશે.


નાસ્તામાં વધારો પ્રોટીનની માત્રા


ડાયટમાં દિવસમાં 2વાર ગ્રીન ટી અથવા બ્લેક કોફી પીવો. બ્રેકફાસ્ટમાં ઈંડા અથવા પનીર ખાઓ. નાસ્તામાં પ્રોટીનની માત્રા વધારવી. ખાસ કરીને ઓટ્સ અને મૂસળી નાસ્તામાં સામેલ કરો. સવારે નાસ્તામાં દૂધની જગ્યાએ દહીંનો ઉપયોગ કરો. ભોજન કર્યાના 1 કલાક પહેલાં અને 1 કલાક પછી પાણી પીવો. બોજન કર્યાના તરત બાદ બેસવું નહીં, થોડી વોક કરો, કારણ કે ભોજન કરતી વખતે તમે જે એક્સ્ટ્રા કેલરી ઈનટેક કરી હશે તે વોક કરવાથી બર્ન થઈ જશે.


આ રીતે કરો બોડીને ડિટોક્સ


બોડીને ડિટોક્સ કરવા માટે અને વેટ લોસ માટે નારિયેળ પાણી, સંતરાનો જ્યૂસ, એલોવેરા અને આમળાનો જ્યૂસ મિક્સ કરીને પીવો. સલાડમાં ગાજર, કાકડી અને મૂળા વધુ ખાઓ. રાતે સૂવાના 2 કલાક પહેલાં જમી લેવું અને જમીને વોક પણ કરવી. આ સરળ અને સામાન્ય ટિપ્સ અપનાવીને અને નાના-નાના ફેરફાર કરીને તમે 1 મહિનામાં 3 કિલો સુધી વજન ઘટાડી શકો છો.

ભૂલથી પણ આ 7 વસ્તુઓ વારંવાર ગરમ કરીને ખાવી નહીં, નહીંતર થશે આવા નુકસાન

X
quick weight loss tips for everyone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી