કેન્સર / 2 કલાકથી વધુ ટીવી જોવું કેન્સરનું કારણ બની શકે, હાર્વર્ડ મેડિકલ સ્કૂલનો દાવો

divyabhaskar.com | Updated - Feb 07, 2019, 05:37 PM
Person watching tv for more than 2 hours may get cancer says harvard medical study

  • એક દિવસમાં બે કલાકથી વધુ ટીવી જુઓ તો આંતરડાનું કેન્સર થવાની 70% સંભાવના: હાર્વર્ડ મેડિકલ સ્કુલ
  • જો શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડી જાય તો કેન્સરની સારવાર કરી શકાય
     

નવી દિલ્હી: વધુ પડતી કલાકો માટે ટીવી જોતા વ્યક્તિઓ માટે એક નવી જ બાબત સામે આવી છે. આ શોધમાં ખબર પડી છે કે જો તમે વધુ પડતું ટીવી જુઓ છો, કમ્પ્યુટર કે મોબાઈલ સામે સમય વિતાવો છો તો તમને આંતરડાનું કેન્સર થવાનો ખતરો છે.

બે કલાકથી વધુ ટીવી જોનારને કેન્સર થવાની 70% સંભાવના

હાર્વર્ડ મેડિકલ સ્કુલ અને મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલમાં થયેલી આ નવી શોધમાં બતાવાયું છે કે જો કોઈ એક દિવસમાં બે કલાકથી વધુ ટીવી જોવે છે તો તેને આંતરડાનું કેન્સર થવાની 70% સંભાવના છે. આ શોધ જેએનસીઆઈ કેન્સર સ્પેક્ટ્રમ પત્રિકામાં પબ્લિશ થઇ છે. શોધ મુજબ, જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે તેમની અનિયમિત લાઇફસ્ટાઇલ કેન્સરનું કારણ બની શકે છે.

આંતરડાના કેન્સરના લક્ષણો કયા-કયા છે?
કેન્સર માટે સામાન્ય રીતે આંતરડાનું કેન્સર અથવા બોવેલ કેન્સર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જો શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડી જાય તો કેન્સરની સારવાર કરી શકાય છે. જાણો તેના લક્ષણો:

- પેટમાં દુઃખાવો થવો અથવા ગાંઠ
- મળમાં લોહી આવવું
- અચાનક વજન ઘટી જવું
- કોઈ કારણ વિના થાકી જવું

X
Person watching tv for more than 2 hours may get cancer says harvard medical study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App