બાબા રામદેવે જણાવ્યા છે લીંબુ, ડુંગળી અને તુલસીના ખાસ નુસખાઓ, દૂધમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી હરસ મટી જાય છે અને તુલસી બચાવે છે રોગોથી

બાબા રામદેવની બુક ઔષધ દર્શનમાં નાની-નાની સમસ્યાઓ માટે લીંબુ, ડુંગળી અને તુલસીના ઉપાય જણાવ્યા છે

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 05:50 PM
Onion, Lemon and basil leaves Remedies For many Health Issue

હેલ્થ ડેસ્ક: રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને નાની-નાની સમસ્યાઓને દૂર કરી શકાય છે. તમે ઘરે જ લીંબુ, ડુંગળી અને તુલસીના કેટલાક નુસખાઓ અપનાવી તમારી નાની-નાની તકલીફોને દૂર કરી શકો છો. આ નુસખાઓ બાબા રામદેવની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે. જે તમારી તકલીફોને દવાઓ વિના જ દૂર કરવામાં મદદ કરશે.

લીંબુ


-લીંબુના રસમાં મધ મેળવી મોં પર લગાવવાથી મોં પરના ખીલમાં લાભ થાય છે.
-જે સ્ત્રીઓને વધુ પડતો રક્તસ્ત્રાવ, જે લોકોને લોહીવાળા હરસ-મસાની સમસ્યા હોય તેમણે 1 કપ નવશેકા દૂધમાં અડધું લીંબુ નિચોવી દૂધ ફાટે તે પહેલા જ પી જવું. આ પ્રયોગ સવારે ખાલી પેટે અથવા ઋતુસ્ત્રાવ વખતે ક્યારે પણ કરી શકો છો. આનાથી રક્તસ્ત્રાવમાં તરત જ લાભા થશે. 3-4 દિવસ સુધી જરૂર કરો. જો લાભ ન થાય તો ચોક્કસથી ડોક્ટરને બતાવો.
-10 મિલી લીંબુના રસમાં 20 મિલી ડુંગળીનો રસ તથા ઇચ્છા મુજબ મધ મેળવી પીવાથી લીવરના રોગ, મંદાગ્નિ તથા અજીર્ણમાં લાભ થાય છે.
-લીંબુના રસમાં થોડો આદુનો રસ તથા થોડું મીઠું મેળવી ભોજન સાથે લેવાથી ભૂખ વધે છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.
-ગાડીમાં મુસાફરી કરતી વખતે જેઓને ઊલટી થતી હોય અથવા તો ઉબકાં આવતા હોય તો તેમણે લીંબુ પર થોડું મીઠું લગાવી ચૂસવાથી લાભ થશે.

ડુંગળી


-કાનના દુખાવામાં અથવા નજલામાં કાચી ડુંગળીને ગરમ કરી તેનો રસ કાઢી કાન કે નાકમાં નાખવાથી તરત જ લાભ થાય છે.
-જ્યારે વધુ ગરમી અથવા લૂનો પ્રકોપ હોય છે અથવા તો તડકામાં વધુ અવરજવર કરવી પડતી હોય તો એક ડુંગળીને ખીસ્સામાં રાખવાથી અથવા ગળામાં બાંધીને રાખવાથી લૂનો ડર રહેતો નથી.
-એક પોટલીમાં 8-10 ડુંગળી બાંધી ઘરની બહાર લટકાવવાથી હવામાં ફેલાતા અનેક પ્રકારના બેક્ટેરિયા તથા વાયરસથી બાળકોને બચાવવામાં મદદ મળશે.
-ચિકનપોક્સ થયા હોય તો 1-1 ચમચી ડુંગળીના રસમાં 2-3 કાળામરી વાટી થોડાં દિવસો સુધી દિવસમાં 2 થી 3 વાર પીવડાવવાથી મટી જાય છે તથા તેના ડાઘ પર રહેતા નથી.
-પેટમાં દુખાવો હોચ તો પાણીમાં ડુંગળીનો રસ, લીંબુનો રસ તથા મીંઠુ મેળવી પીવડાવી દો તરત જ રાહત મળશે.


તુલસી


-સવારે ખાલી પેટ 5થી 10 તુલસીના તાજા પાનને પાણી સાથે લો. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે રોગપ્રતિરોધક શક્તિ વધારે છે, શરદી- સળેખમ, તાવથી લઈ કેન્સર સુધ્ધામાં લાભદાયક છે.

રિસર્ચ મુજબ રોજ 10 મિનિટ ડાંસ કરવાથી દૂર રહે છે ટેન્શન, વધે છે સ્ટેમિના અને મસલ્સ બને છે સ્ટ્રોન્ગ, સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે ડાંસ થેરાપી

X
Onion, Lemon and basil leaves Remedies For many Health Issue
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App