વાળમાં કેટલા સમય સુધી તેલ લગાવીને રાખવું જોઈએ? લાંબા સમય સુધી વાળમાં તેલ રાખવાથી શું થાય છે?

વાળના પ્રકાર પ્રમાણે વાળમાં તેલ લગાવીને કેટલો સમય રાખવું તે નક્કી થાય છે, તો જાણી લો

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 02:56 PM
oil in hair for long time can harmful

હેલ્થ ડેસ્ક: તેલ વાળ માટે બહુ જ જરૂર છે, એવું આપણે હમેશાં સાંભળીએ છીએ. પણ શું તમે જાણો છો કે વાળમાં લાંબા સમય સુધી તેલ લગાવીને રાખવાથી વાળને નુકસાન થાય છે. ઘણીવાર લોકો સલાહ આપે છે કે વાળ ખરતાં રોકવા અને વાળને વધારવા માટે ભરપૂર તેલ લગાવીને આખી રાત રહેવા દો. પણ આવું કરવાથી વાળને નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણો કેટલીવાર વાળમાં તેલ લગાવીને રાખવું.


કેમ જરૂરી છે વાળમાં ઓઈલ લગાવવું


વાળને નબળાં થતાં રોકવા અને શાઈની બનાવવા તેલ લગાવવું જરૂરી છે. તેલ વાળને જડથી મજબૂત બનાવે છે અને વાળને તૂટતા અને ખરતાં રોકે છે. સાથે જ વાળનો ગ્રોથ પણ વધારે છે. અલગ-અલગ તેલમાં રહેલાં વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વાળને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. જેનાથી વાળ મજબૂત અને ભરાવદાર બને છે. આ જ કારણથી વાળમાં તેલ લગાવવું જરૂરી છે.


કેટલા સમય માટે વાળમાં તેલ લગાવવું


વાળમાં તેલ કેટલા સમય માટે લગાવી રાખવું તે વાળના પ્રકાર પર નિર્ભર કરે છે. જો તમારા વાળ સ્વસ્થ છે તો વાળના મૂળનો પીએચ લેવલ યોગ્ય છે તો વાળમાં માત્ર 1 કલાક જ ઓઈલ લગાવીને રાખો. કારણ કે એટલા સમયમાં જ વાળને પૂરતું પોષણ મળી રહેશે અને જો વાળ શુષ્ક, બેજાન અને તૂટતા હોય તો વાળને વધુ કંડીશનિંગની જરૂર પડે છે. એવામાં આખી રાત અથવા 5-6 કલાક વાળમાં તેલ લગાવીને રાખો.


વધુ સમય સુધી તેલ લગાવીને રાખવું કેમ નુકસાનકારક


તેલવાળા વાળમાં ધૂળ, માટી, ગંદકી વધુ ચોંટે છે. ઘરમાં રહેવાથી પણ ધૂળના બારીક કણ વાળના મૂળમાં ચોંટી જાય છે. તે સ્કેલ્પમાં જમા થઈ ડ્રેન્ડ્રફનું કારણ બને છે. આ સિવાય 4-5 કલાકમાં તેલમાં રહેલાં પોષક તત્વો એબ્સોર્બ થઈ જાય છે. જેથી તેનાથી વધારે તેલ લગાવીને રાખવાથી કોઈ ફાયદો થતો નથી. જો તમારા શરીરમાં વિટામિન ઈની ઉણપ છે તો લાંબા સમય સુધી વાળમાં તેલ લગાવીને રાખવાથી વાળ વધુ ખરે છે. જેથી ક્યારેય 12 કલાકથી વધારે માથામાં તેલ લગાવીને રાખવું નહીં.

X
oil in hair for long time can harmful
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App