બાળકોમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી દૂર કરવા અને પ્રોપર ગ્રોથ માટે ખવડાવો આ 3 સુપર હેલ્ધી ફૂડ્સ

Divyabhaskar.com

Dec 04, 2018, 05:13 PM IST
Nutrition foods for a healthy diet for kids

હેલ્થ ડેસ્ક: બાળકોમાં ઓબેસિટી અને ડાયાબિટીસની સમસ્યા વધતી જઈ રહી છે. એક રિસર્ચ મુજબ 2025 સુધી બાળકોમાં ડાયાબિટીસ 70 ટકા સુધી વધી શકે છે. જેનું મુખ્ય કારણ ખાનપાનમાં પોષક તત્વોની કમી અને જંક ફૂડ વધુ ખાવા છે. ગ્રોઈંગ એજમાં બાળકોને પૌષ્ટિક આહાર આપવા જરૂરી છે. જેથી બાળકોના ફિઝિકલ અને મેન્ટલ ડેવલપમેન્ટ પ્રોપરલી થઈ શકે. ફૂડ સ્પેશિયાલિસ્ટ માન્ય વત્સ જણાવી રહ્યાં છે બાળકોને ડાયટમાં કઈ વસ્તુઓ આપવી જોઈએ તેના વિશે.

કેળા- મેગ્નેશિયમ અને પોટેશિયમની કમી દૂર કરે છે


બાળકોની ડેઈલી ડાયટમાં કોઈ 1 ફ્રૂટ અવશ્ય સામેલ હોવું જોઈએ. વધતાં બાળકો માટે કેળા બહુ જ ફાયદાકારક છે. કેળાને લઈને લોકોમાં એવી ખોટી માન્યતાઓ છે કે તેને ખાવાથી વજન વધે છે પણ એવું નથી. કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જે વધતી ઉંમરમાં શરીરને ફાયદો પહોંચાડે છે. જેથી બાળકોને રોજ 1 કેળું ખવડાવવું જોઈએ.


પાલક- આયર્નની કમીને દૂર કરે છે


લીલાં શાકભાજીમાં સારી માત્રામાં ફાયબર હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. લીલાં શાકભાજીમાં પાલક એક એવું શાક જે બાળકો માટે બહુ જ જરૂરી છે. તેમાં રહેલાં ઝિંક અને ફાયબરથી મગજ તેજ થાય છે અને સ્કિન હેલ્ધી બને છે. સાથે જ લંચબોક્સમાં પાલકનું સૂપ, દાળ, પાલકના પરાઠા અને શાક વગેરે રોજ બાળકોને ખવડાવવા જોઈએ. પાલકમાં સારી માત્રામાં આયર્ન હોય છે. જેથી તેનાથી જલ્દી થાક લાગવાની સમસ્યા દૂર થાય છે.


જંકફૂડને કહો બાય-બાય


તળેલી વસ્તુઓ અને જંકફૂડ ખાવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા લાગે છે અને સ્વાસ્થ્ય બગડે છે. ખાસ કરીને મોનસૂનના દિવસોમાં બીમારીઓનો ખતરો વધી જાય છે. જેથી બાળકોને બહારના ખોરાકથી દૂર રહેવાનું શીખવાડો. બાળકોને ઘરમાં જ પૌષ્ટિક અને ચટપટા નાસ્તાઓ બનાવીને આપો. સપ્તાહમાં 1વાર બહારની વસ્તુ ખવડાવી શકો છો.


ગુડ ફેટ્સ છે જરૂરી


શરીરના વિકાસ માટે ફેટ્સ બહુ જ જરૂરી હોય છે. ફેટ્સ માત્ર વજન જ વધારે છે એવું નથી, પણ કેટલાક ગુડ ફેટ્સ હોય છે જે શરીરના વિકાસમાં મદદ કરે છે. બાળકોને ડેઈલી ડાયટમાં થોડી માત્રામાં ઘી, બટર, કાજૂ, બદામ વગેરે ખવડાવો. તેનાથી બાળકોના શરીરને પોષણ મળે છે. આ સિવાય તમે દૂધમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને બાળકોને આપી શકો છો અથવા રોસ્ટ કરીને પણ ખવડાવી શકો છો.


દૂધ- કેલ્શિયમથી હાડકાંઓ બને છે મજબૂત


રોજ રાતે સૂતા પહેલાં બાળકોને એક કપ ગરમ દૂધ અવશ્ય આપો. સંભવ હોય તો તેમાં 1 ચપટી હળદર પર નાખો. તેનાથી બાળકોના હાડકાં મજબૂત બનશે અને શરીર સ્વસ્થ રહેશે. હળદરવાળું દૂધ બાળકો ન પીવે તો તેમાં મધ નાંખીને પણ આપી શકો છો. દૂધમાં ખાંડ કે ચોકલેટ પાઉડર મિક્સ કરીને આપવું નહીં.

X
Nutrition foods for a healthy diet for kids
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી