સુવિધા / હવે એમ્સમાં સ્પાઇન અને હાડકાંના કેન્સરની સારવાર થશે, વિદેશ જવાની જરૂર નહીં પડે

now spine and bone cancer treatment will be available at AIIMS

  • આંતરરાષ્ટ્રીય સ્તરે એમ્સ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર બનાવાયા છે
  • તેમાં નર્વ ઓપરેટિંગના સાધનો સાતેય ઓપરેશન થિયેટરમાં હાજર છે 
     

divyabhaskar.com

Feb 06, 2019, 05:43 PM IST

હેલ્થ ડેસ્ક: સ્પાઇન અને સામાન્ય હાડકાંના કેન્સર ભલે ઘણા ઓછા લોકોને થાય છે પણ તેની સારવાર દેશમાં લગભગ દુર્લભ હતી. જો કોઈ વ્યક્તિને સ્પાઇન અને હાડકાંનું કેન્સર થાય તો તેની સારવાર માટે વિદેશ તરફ નજર કરવી પડતી હતી. હવે ખાસ વાત એ છે કે સ્કયોલિયોસિસ અને હાડકાંના કેન્સર જેવી બીમારી માટે હવે એમ્સ હોસ્પિટલમાં સારવાર સંભવ થઇ શકશે. એમ્સ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓપરેશન થિયેટર બનાવાયા છે. તેને મોડર્ન ટેક્નિકથી સજ્જ કરવાની સાથે જ રોબોટ, ઇન્ટ્રા ઓપરેટિવ સીટી, સીઆર્મ, ઓઆર્મ, નર્વ ઓપરેટિંગ સાધનો સાતેય ઓપરેશન થિયેટરમાં હાજર છે. તેની પાછળ કુલ 25થી 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. સામાન્ય લોકો માટે તે આવતા અઠવાડિયે શરુ થઇ જશે.

ઓર્થોપેડિક વિભાગમાં 7 નવા ઓપરેશન થિયેટર બનાવાયા

એમ્સના ઓર્થોપેડિક વિભાગના એચઓડી ડો. રાજેશ મલ્હોત્રાનું કહેવું છે કે, એમ્સ હોસ્પિટલ દેશ જ નહીં પણ દુનિયાભરમાં શ્રેષ્ઠ સારવાર માટે જાણીતી છે. લોકોને સારવારમાં વધુ સહાય મળે તે માટે ઓર્થોપેડિક વિભાગમાં 7 નવા ઓપરેશન થિયેટર બનાવાયા છે. હવે સ્પાઇન અને હાડકાંના કેન્સર સાથે જોડાયેલ તમામ સારવાર અહીં ઉપલબ્ધ કરાવાશે. અત્યાર સુધી આવા કિસ્સાઓમાં વિદેશમાં સારવાર લેવી પડતી હતી. દિલ્હીમાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આવી ટેક્નિક નથી, જે હવે એમ્સમાં આવી ચુકી છે.

એમ્સ એક વર્ષમાં 100થી 150 સર્જરી કરે છે

એમ્સમાં આ સુવિધા ચાલુ થવાથી સ્કયોલિયોસિસ જેવી બીમારીની સારવારમાં વેઇટિંગ અડધું થઇ શકે છે. અત્યારે તેમાં બેથી અઢી વર્ષનું જનરલ વોર્ડમાં વેઇટિંગ ચાલે છે. ડોક્ટરે જણાવ્યું કે, આ બીમારીને લઈને એમ્સનું રિઝલ્ટ સૌથી સારું છે. દેશભરની સરકારી હોસ્પિટલ આખા વર્ષમાં 10થી 15 સર્જરી કરે છે, ત્યાં જ એમ્સ એક વર્ષમાં 100થી 150 સર્જરી કરે છે.

X
now spine and bone cancer treatment will be available at AIIMS
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી