કિડની / કિડની ખરાબ થવા પર ડોનર શોધવાની જરૂર નહીં પડે, જાપાનનો નવી ટેક્નિકની શોધ્યાનો દાવો

New technique of Japan may help to get rid of finding donor for kidney donation

  • સંશોધકો માનવશરીરની બહાર સ્વસ્થ અંગ વિકસાવવાની તૈયારી કરી રહ્યા છે
     

divyabhaskar.com

Feb 07, 2019, 03:24 PM IST

ટોક્યો: જાપાનમાં સંશોધકોના એક દળે કેટલાક ડોનર સ્ટેમ સેલ્સ (મૂળ કોશિકાઓ)થી કિડની બનાવાનો પ્રયત્ન કર્યો છે, જેના પછી એ વાતની આશા છે કે આ રીતે કિડનીને વિકસાવવી શક્ય છે. આમ થવાથી દુનિયામાં કિડની ડોનર્સની ઉણપની સમસ્યાથી છુટકારો મળી શકે છે. નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થતી આ શોધ અનુસાર, વિકસિત કરવામાં આવેલી નવી કિડની કામ કરતી દેખાઈ છે.

કિડનીના રોગથી પીડિત લોકોને મદદ મળશે
કિડનીના રોગથી પીડિત દર્દી જો છેલ્લા સ્ટેજમાં હોય તો તેના માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર આશા છે કે જેથી તેનો જીવ બચાવી શકાય. કેટલાયે દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતા નથી કારણકે દુનિયામાં કિડની ડોનર્સનો ઘણો અભાવ છે.


જાપાનમાં ટેક્નિક તૈયાર થઇ રહી છે
સંશોધકો માનવશરીરની બહાર સ્વસ્થ અંગ વિકસાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ટેક્નિકથી ઉંદરનું સ્વાદુપિંડ તૈયાર કરવામાં સારા પરિણામ મળ્યા છે. જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર જિયોલોજિકલ સાયન્સિઝના સંશોધકોએ આ વાતની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે કે શું આ ટેક્નિકની મદદથી માનવ શરીર જેવી જ કિડની તૈયાર કરી શકાય છે.

કયા કારણોસર કિડની ખરાબ થઇ જાય છે?
- પેશાબ લાગવા છતાં ન જવા પર
- દરરોજ 7-8 ગ્લાસથી ઓછું પાણી પીવાના લીધે
- વધુ પડતું મીઠું (સોલ્ટ) ખાવાથી
- હાઈ બીપીની સારવારમાં બેદરકારીથી
- વધુ પડતું મટન ખાવાથી
- વધુ પડતી પેનકિલર ખાવાથી
- વધુ પડતો દારૂ પીવાથી
- પૂરતો આરામ ન કરવાથી
- સોફ્ટ ડ્રિંક્સ અને સોડાના વધુ પડતા સેવનથી

X
New technique of Japan may help to get rid of finding donor for kidney donation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી