તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે ઉઠીને તરત જ જીમ જવુ, ફોન ચેક કરવો જેવી કેટલીક ભૂલો કરવાથી સ્વાસ્થ્ય પર થાય છે બહુ જ ખરાબ અસર, ચેતજો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: સવારે મોડાં ઉઠનારા લોકોની સરખામણીમાં વહેલાં ઉઠનારા લોકો વધુ તંદુરસ્ત રહે છે. પણ આજકાલની હાળમારીવાળી લાઈફમાં લોકો સવારે ઉઠતાં કેટલીક એવી ભૂલો કરે છે જે તેમનો આખો દિવસ બરબાદ કરી નાખે છે અને સાથે જ તેના કારણે લાંબા ગાળે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. અહીં જણાવેલી આ બાબતો જાણીને તમે આવી ભૂલોથી બચી શકશો. 


દિવસની શરૂઆત ચા પીને કરવી


આજકાલ ચા સૌથી પ્રિય પીણું બની ગયું છે જે ઘરમાં તો સરળતાથી મળે જ છે પરંતુ રસ્તાઓ પર પણ ઢેર-ઢેર ચાના સ્ટોલ ઉપલબ્ધ થઈ ગયા છે. મેટાબોલિઝ્મ સારું રાખવું હોય તો દિવસની શરૂઆત ચાથી ન કરીને પરંતુ થોડી ખારી વસ્તુઓનું સેવન છે. દિવસની શરૂઆત એસિડિક વસ્તુઓ જેવી કે ખાંડ અને દૂધની સાથે ચા અને કોફીથી ન કરવી. સવારમાં પાણીમાં લીંબુ નાખીને પીવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. લીંબુ પાણીના સેવન પછી વાઇટ ટી અથવા ગ્રીન ટી પીવી જોઇએ. જેથી જીવનભર સ્વાસ્થ્ય બરકરાર રહે છે. 


સ્ટ્રેચ (આળસથી શરીરમાં ખેંચાણ) ન કરવું

 

જ્યારે આપણે સૂઇને ઉઠીએ છીએ ત્યારે આપણી માંસપેશીઓ, ખાસ કરીને સ્પાઇન સ્ટિફ થઇ જાય છે. જો ઉઠ્યા પછી આપણે સ્ટ્રેચ ન કરીએ તો આપણે આખો દિવસ સ્ટિફ જોઇન્ટ્સ એટલે કે, અકળાયેલા સાંધાઓ સાથે કામ કરીએ છીએ. આ રીતે અકળાયેલા સાંધાઓ સાથે કામ કરવાથી આપણો દિવસ એકદમ સુસ્ત રીતે પસાર થાય છે. આ માટે સવારે જ્યારે પણ તમે જાગો છો તો તમારે તમારા શરીરને થોડું સ્ટ્રેચ કરવું. ત્રણથી ચાર વાર સ્ટ્રેચ કરવાથી અને ઊંડો શ્વાસ લેવાથી અસર ચોક્કસ દેખાય આવે છે. 

 

સવારે ઉઠીને તરત જ જીમ જવુ
 

સવારે ઉઠીને ધીરે-ધીરે કામ શરૂ કરવું જોઇએ. સવારે શરીરની માંસપેશીઓને ધીરે-ધીરે ક્રિયામાં લાવવી અને આરામથી જાગવું ઝટકાથી પથારીમાંથી ઊભા ન થવું. ઉઠ્યા પછી જમણી તરફ ફરીને ઉભા થવું. જમણી બાજુથી ફરીને જાગવાથી શરીરમાં એનર્જીને બેલેન્સ થવામાં મદદ મળે છે જે આપણે સૂતા હોઇએ ત્યારે અવિકસિત હોય છે.  

 

ફોન ચેક કરવો

 

આજના સમયમાં તો નાના હોય કે મોટા આંખ ખુલતા જ સૌથી પહેલાં મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ છે અને મોબાઈલમાં આવેલા મેસેજ અને કેટલીક ચીટ-ચેટ સવારમાં જ મગજમાં તણાવની સ્થિતિ પેદા કરી દે છે. જેથી આખા દિવસ પર આડઅસર પડે છે. ક્યારેય દિવસની શરૂઆત મેઇલ ચેક કરવાથી અથવા કામનું પ્લાનિંગ કરવાથી ન કરવી. સવારે જાગીને તરત જ 2 કલાકની અંદર તમે આખા દિવસનું પ્લાનિગ કે બધી સમસ્યાનું નિવારણ નથી કાઢી શકતાં. સવારે ઉઠ્યા પછી તમારી એનર્જી સાચી અને સૌથી મહત્વપૂર્ણ જગ્યાએ લાગવી જાઇએ મોબાઇલ ફોન અને દિવસ દરમિયાનના કામની ચિંતા સવારે ન કરવી જોઇએ. સવારના 2 કલાકનો સમય એ માત્ર તમારા શરીરને જ તમારે સમર્પિત કરવો જોઇએ. 


નાસ્તો ન કરવો


નિષ્ણાંતો મુજબ જે લોકો સવારે નાસ્તો નથી કરતા તે લોકો હમેશાં એસિડિટી, ડાયાબિટીસ અને નબળી ઇમ્યૂનિટીના શિકાર બને છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા તો આ બીમારીઓનો શિકાર થવાની સંભાવનાઓ વધી જાય છે. સાથે જ, તમે દિવસભરમાં તમારા પેટમાં બહારનું જંકફૂડ નાખતા રહો છો. તમારે સવારે હેવી નાસ્તો કરવાની જરૂર નથી પરંતું થોડો હવળો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. 


સવારે ચિડચિડિયા થઈ જાગવું

 

ઘણા લોકો એટલા આળસુ સ્વભાવના હોય છે કે તે લોકો સવારે જાગતાની સાથે જ આસ-પાસના લોકોનો મૂડ ખરાબ કરે છે. આ લોકો માનસિક રીતે ખૂબ જ અસ્ત-વ્યસ્ત અને આળસુ પ્રકૃતિના હોય છે અને સવારે ઉઠતાં જ પોતાની જાતને વ્યસ્ત કરી દેતા હોય છે. 

 

વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા લગાવો ઈંડુ, દહીં, ડુંગળીનો રસ, બટાકાનો રસ, લીંબુ