ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન, ખરજવું, ગૂમડાં, એલર્જી, ખસ જેવા ત્વચાના રોગોથી બચવા શું ધ્યાન રાખવું?

Monsoon Skin Problems And How To Fix Them

Divyabhaskar.com

Aug 29, 2018, 04:44 PM IST

હેલ્થ ડેસ્ક: ચોમાસાની સિઝનમાં લોકોમાં રોગનું પ્રમાણ વધી જવાનાં મુખ્ય કારણો પરસેવો, ડિહાઇડ્રેશન, અલ્ટ્રાવાયોલેટ કિરણોની આડઅસર અને ભેજવાળું વાતાવરણ છે. વરસાદ અને ગરમીમાં ઘણી વખત નાની ફોલ્લીઓ, ચાઠાં, ખંજવાળ અથવા ખરતા વાળની ફરિયાદો સાંભળવા મળે છે. મોટા ભાગે લોકો આ શરૂઆતી નાનાં લક્ષણોની અવગણના કરે છે અને સમયસર સારવાર લેતા નથી, જેથી સામાન્ય અને સાદા રોગો જટિલ સ્વરૂપ ધારણ કરી શકે છે. જો વહેલી તકે ચામડીના સ્પેશિયાલિસ્ટનું માર્ગદર્શન લેવામાં આવે તો ત્વચા અને વાળની તંદુરસ્તી જળવાઈ રહે છે. ડર્મેટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજિસ્ટ ડૉ. અંશુલ વર્મન જણાવી રહ્યાં છે ચોમાસામાં થતાં સ્કિનના રોગો વિશે.

ચોમાસામાં કયા કયા રોગનું પ્રમાણ વધી શકે છે?


-ચોમાસાની સિઝનમાં શરીર પર ગમે ત્યાં ફંગલ ઇન્ફેક્શન, ખરજવું, ગૂમડાં, એલર્જી, ખસ અને ચહેરા પર ખીલ, વાળની સમસ્યાઓ વધી શકે છે.

-ખીલ: ચહેરા પર ફોલ્લીઓ વધી જાય છે. ઉચિત ફેસવોશથી ચહેરો ધોવાથી અને ડૉક્ટરની સલાહ મુજબ ક્રીમ લગાવવાથી રાહત મળે છે.

-ખરજવું : લાલ, કાળું અથવા ફોતરીવાળું ચાઠું થવું, જેમાં ચીરા પડી શકે અથવા પાણીમાં પલળવાથી ફોલ્લા પડી શકે છે. ચોમાસામાં ખરજવાની તકલીફો વધી શકે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિઓએ ચોમાસામાં ખાસ સંભાળ રાખવી જરૂરી છે.

-ખસ : આ અત્યંત ચેપી રોગ છે, જેના જંતુ તાપમાન અને ભેજના ફેરફારના હિસાબે ઝડપથી વધી શકે છે. પરિવારના અથવા આસપાસના લોકોને ખંજવાળ આવવી, શરીરે ખાસ કરીને આંગળાં વચ્ચે નાની ફોલ્લીઓ થવી આનાં મુખ્ય લક્ષણો છે.

-એથ્લીટ ફૂટ: લાંબા સમય સુધી બંધ શૂઝ પહેરી રાખવાથી પગમાં આ ચેપી ફૂગજન્ય રોગ થઈ શકે છે. પગના તળિયે, આંગળાંની વચ્ચે ચામડી ફુગાઈ જવી, ચીરા પડવા, ફોલ્લા પડવા, દુખાવો, બળતરા, ખંજવાળ સાથે પગની ચામડી નીકળવી આનાં સામાન્ય લક્ષણો છે. પગના નખમાં પણ આ ચેપ ફેલાય તો નખ લીલા કે કાળા પડી શકે છે, નીચેની ચામડી જાડી થઈ શકે છે, નખ જાડો થઈને ઊખડવા લાગે છે.

-વાળ: વધુ પ્રમાણમાં વાળ ખરવા, સૂકા થવા, માથામાં ફોલ્લીઓ થવી વગેરે સમસ્યાને સાધારણ કાળજીથી દૂર રાખી શકાય છે.

ત્વચામાં ફંગલ ઇન્ફેક્શનની કાળજી રાખવા માટે આટલું કરો.

-ટુવાલ શેર કરવાનું ટાળો.


-કપડાંને સૂર્યપ્રકાશમાં સૂકવો.


-સ્નાન કર્યા બાદ શરીર બરાબર કોરું કરવું.


-તમારાં કપડાં બીજા બધા સાથે ન ધુઓ ફૂગ એક કપડાથી બીજા કપડામાં લાગી શકે છે.


-અંદર પહેરવાનાં કપડાં અને મોજાં દરરોજ બદલો.


-ઢીલાં કપડાં પહેરો. ટાઇટ કપડાં પહેરવાનું ટાળો.


-તમારા પગ કોરા અને સાફ રાખો, ખાસ કરીને


-પગની આંગળીઓ વચ્ચેનો ભાગ.


-ચોમાસામાં ખાસ એન્ટીબેક્ટેરિયલ સોપ, ફેસવોસ અને ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરવો.


10 ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

X
Monsoon Skin Problems And How To Fix Them
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી