તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ માત્ર 5-10 મિનિટ બાલાયામ યોગ કરવાથી ફરી નવા વાળ ઊગશે, ગ્રોથ વધશે અને વાળ ખરવાની સમસ્યા થશે દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ઘણાં લોકોને વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે બંને હાથના નખ ઘસવાથી થતાં ફાયદા વિશે સાંભળ્યું હશે, પણ લોકો તેની અવગણના કરી દેતા હોય છે. બંને હાથના નખને એકબીજા સાથે ઘસવાની પ્રક્રિયા બાલાયામ યોગ (Balayam Yoga) તરીકે ઓળખાય છે. રોજ 5-10 મિનિટ આ યોગ કરવાથી ખરી ગયેલાં વાળ ફરી ઊગે છે અને વાળ સંબંધી સમસ્યા ઓછી થઈ જાય છે. આને કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. વાળ ખરવાની સમસ્યાથી પીડાતા હોવ તો એક્યુપ્રેશર આધારિત 'બાલાયામ' યોગ તમને મદદ કરી શકે છે. આનો નિયમિત અભ્યાસ ખરતા વાળ, જલ્દી વાળ સફેદ થવા તથા ખોડો વગેરે જેવી સમસ્યાથી છૂટકારો આપી શકે છે. આના વિશે બાબા રામદેવે ઘણાં યોગ શિબિરમાં જણાવ્યું છે. તો તમે પણ અપનાવો.


અંગૂઠા એકબીજા સાથે ઘસવા નહીં


બાલાયામ યોગ કરતી વખતે ધ્યાન રાખવું કે માત્ર બંને હાથની આંગળીઓ જ એકબીજા સાથે ઘસવી, અંગૂઠા ઘસવા નહીં, નહીંતર ચહેરા પર પણ વાળ ઉગવા લાગશે. 


બાલાયામ યોગ કરવાની રીત


આ યોગ કરવા માટે બન્ને હાથ છાતીની નજીક લાવીને નખને એકબીજા સાથે ઘસો. સવારે નાસ્તા પહેલાં અને રાતે ભોજનની 10 મિનિટ પહેલાં આ યોગ કરવો. સારાં પરિણામમાં રોજ 5-10 મિનિટ આને કરો.


કઈ રીતે કામ કરે છે આ યોગ?


બાલાયામ યોગ ટાલ માટે બહુ જ ફાયદાકારક છે અને તે વાળનો ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય તેને નિયમિત કરવાથી કસમયે વાળ સફેદ થવા અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે. નખની નીચે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જેથી જ્યારે નખ ઘસીએ છીએ ત્યારે ડેડ હેઅર ફોલિકલ્સ ફરી સજીવન થઈને ઉત્તેજિત થાય છે.


પરિણામ ક્યારે દેખાશે?


લગભલ 6 થી 9 મહિનામાં તમને ફર્ક દેખાશે અને વાળનો ગ્રોથ વધશે, સાથે જ વાળ ખરવાની સમસ્યા દૂર થવામાં 3-6 મહિનાનો સમય લાગશે. આ આસનનો ફાયદો ત્યારે થશે જ્યારે તમે હેલ્ધી ડાયટ લેશો. આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ડાયટ વાળ સંબધી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવી શકે છે. 

 

કોણે ન કરવું?


બાલાયામ યોગ એવા લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે જેમને હાઈ બીપીની સમસ્યા હોય. આ સિવાય ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ યોગ કરવાથી બચવું, તેનાથી ગર્ભાશયમાં સંકોચન અને હાઈ બીપી થઈ શકે છે.

 

પહેલીવાર પીરિયડ્સ આવવા પર છોકરીઓને શું-શું ખબર હોવી જોઈએ અને શું ધ્યાન રાખવું?