બાબા રામદેવે જણાવ્યા છે લીંબુ અને કાળા મરીના ખાસ નુસખાઓ, જૂની ઉધરસ, શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો જેવી સમસ્યા કરશે દૂર

બાબા રામદેવની બુક ઔષધ દર્શનમાં નાની-નાની સમસ્યાઓ માટે લીંબુ અને કાળા મરીના ઉપાય જણાવ્યા છે

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 05:20 PM
Lemon and black pepper Remedies For many Health Issue

હેલ્થ ડેસ્ક: રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને નાની-નાની સમસ્યાઓને દૂર કરી શકાય છે. તમે ઘરે જ લીંબુ અને કાળા મરીના કેટલાક નુસખાઓ અપનાવી તમારી નાની-નાની તકલીફોને દૂર કરી શકો છો. આ નુસખાઓ બાબા રામદેવની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે. જે તમારી તકલીફોને દવાઓ વિના જ દૂર કરવામાં મદદ કરશે.

લીંબુ

-લીંબુના રસમાં મધ મેળવી મોં પર લગાવવાથી મોં પરના ખીલમાં લાભ થાય છે અને નેચરલ બ્લીચની ઈફેક્ટ દેખાય છે.

-જે સ્ત્રીઓને વધુ પડતો રક્તસ્ત્રાવ અથવા લોહીવાળા હરસ-મસાની સમસ્યા હોય તેમણે 1 કપ નવશેકા દૂધમાં અડધું લીંબુ નિચોવી દૂધ ફાટે તે પહેલાં જ પી જવું. આ પ્રયોગ સવારે ખાલી પેટે અથવા ઋતુસ્ત્રાવ વખતે ક્યારે પણ કરી શકો છો. આનાથી રક્તસ્ત્રાવમાં તરત જ લાભ થશે. આ ઘણો સફળ પ્રયોગ છે. 3-4 દિવસ સુધી જરૂર કરો. જો લાભ ન થાય તો ચોક્કસથી ડોક્ટરને બતાવો.

-10 મિલી લીંબુના રસમાં 20 મિલી ડુંગળીનો રસ તથા ઇચ્છા મુજબ મધ મેળવી પીવાથી લીવરના રોગ, મંદાગ્નિ તથા અજીર્ણમાં લાભ થાય છે.

-લીંબુના રસમાં થોડો આદુ તથા થોડું મીઠુ મેળવી ભોજન સાથે લેવાથી ભૂખ વધે છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

-ગાડીમાં મુસાફરી કરતી વખતે જેઓને ઊલટી થતી હોય અથવા તો ઊબકાં આવતા હોય તો તેમણે લીંબુ પર થોડું મીઠું ચોપડી ચૂસવાથી લાભ થશે.

કાળામરી

-ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હો તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઉંઘ પણ સારી આવશે.

-થોડો આદુ તથા 3-4 મરી મેળવી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.

-શીતપિત્ત થયું હોય તો 4-5 કાળમરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે.

-ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.

-હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંધવાથી લાભ થાય છે.

આદુ અને બીટનો જ્યૂસ, ગ્રીન જ્યૂસ, ટામેટાંનો જ્યૂસ લોહીની ઉણપ દૂર કરે છે અને ઈમ્યૂનિટીને ઝડપથી બૂસ્ટ કરે છે, ડાયટમાં કરો સામેલ

X
Lemon and black pepper Remedies For many Health Issue
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App